Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમિશનરની અધ્યક્ષતામાં ICDS ની સમીક્ષા બેઠક:ભાવનગરની આંગણવાડીઓમાં હવે FRS થી હાજરી અને 'પોષણ ટ્રેકર' પર દેખરેખ રાખવા કમિશનરએ આપી કડક સૂચના

    14 hours ago

    ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના તમામ આંગણવાડી કેન્દ્રોની કામગીરી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, શહેરમાં નવી આંગણવાડીઓ બનાવવા માટે જગ્યાની શોધ અને જે આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે, તેમને સરકારી ભવનમાં ખસેડવા માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે, આંગણવાડી કેન્દ્રો પર પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય અને વીજળી જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, કુપોષિત બાળકોની ઓળખ કરી તેમને પૌષ્ટિક આહાર અને સારવાર પૂરી પાડવા માટે 'પોષણ ટ્રેકર' એપ્લિકેશનનો સચોટ ઉપયોગ કરવા જણાવાયું છે સાથે જ MMY અને THR (ટેક હોમ રાશન) નું વિતરણ સમયસર થાય તે સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે, 'ફેસ રેકગ્નિશન સિસ્ટમ' (FRS) દ્વારા હાજરી પૂરવાની પ્રક્રિયાને વધુ વેગવંત બનાવવા સૂચના આપવામાં આવી હતી, આ ​બેઠકના અંતે તમામ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને માનદ વેતન સમયસર મળે અને કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાના દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા, આ બેઠકમાં કમિશ્નર એન.કે. મિણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, પ્રોગ્રામ ઓફિસર, આઈ.સી.ડી.એસ.ના અધિકારીઓ અને અન્ય સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિમાચલના પ્રવાસન પર મિડલ ઇસ્ટમાં તણાવની અસર:હોટલોમાં 50% એડવાન્સ બુકિંગ રદ, રોજનું લાખોનું નુકશાન; LPGની અછત વચ્ચે હોટલોએ ચૂલા શરુ કર્યા
    Next Article
    પાટણમાં 19 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇનનું ખાતમુહૂર્ત:વર્ષો જૂની જળબંબાકારની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment