Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ICDS હેઠળ 29,495 નવા લાભાર્થી જોડાયા:1355 આંગણવાડી કેન્દ્રમાં નોંધણી, કુલ 1.25 લાખથી વધુ લાભાર્થીઓ

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત પોષણ ટ્રેકર એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓની ડિજિટલ નોંધણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લાના 10 તાલુકાઓમાં આવેલા કુલ 1355 આંગણવાડી કેન્દ્રોમાં આ નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા માતાઓ અને ધાત્રી માતાઓની વિગતો ડિજિટલ પ્લેટફોર્મ પર નોંધી રહી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક લાભાર્થીને ડિજિટલ ઓળખ પ્રદાન કરવાનો અને ડુપ્લિકેટ નોંધણી અટકાવવાનો છે. આ ડિજિટલ ક્રાંતિથી લાભાર્થીઓને પોષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને 'ટેક હોમ રાશન' જેવી સેવાઓ વધુ પારદર્શક, અસરકારક અને સમયસર મળી શકશે. નવેમ્બર-2025માં કુલ 95,925 લાભાર્થીઓ નોંધાયા હતા, જેમાં અત્યાર સુધીમાં વધુ 29,495 નવા લાભાર્થીઓની નોંધણી પૂર્ણ થઈ છે. આ સાથે જૂન-2026 સુધીમાં જિલ્લામાં કુલ નોંધાયેલા લાભાર્થીઓનો આંકડો 1,25,420 સુધી પહોંચ્યો છે. લીંબડી, વઢવાણ અને ધ્રાંગધ્રા સહિતના તમામ ઘટકોમાં સઘન કામગીરી થઈ છે. આ નોંધણી થકી માતૃત્વ સહાય, પોષણ સહાય તથા અન્ય વિવિધ યોજનાકીય લાભો સરળતાથી અને સમયસર પ્રાપ્ત થશે. સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી છેવાડાના દરેક પાત્ર લાભાર્થી સુધી સરકારની સેવાઓ અને યોજનાઓનો લાભ અસરકારક રીતે પહોંચી શકે. આ અભિયાન અંતર્ગત, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, ICDS સુરેન્દ્રનગર દ્વારા તમામ વાલીઓ અને લાભાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે, જ્યારે આંગણવાડી કાર્યકર બહેન ઘરની મુલાકાતે આવે ત્યારે બાળકના જન્મનો દાખલો, આધાર કાર્ડ અથવા વાલીનું આધાર કાર્ડ સહિતની જરૂરી વિગતો પૂરી પાડી આ કામગીરીને સફળ બનાવવામાં સહકાર આપે. વધુ માહિતી માટે લાભાર્થીઓ પોતાના નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા સંબંધિત ઘટક કચેરીનો સંપર્ક કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    12 લાખ વાહનચાલકોને ક્યારે રાહત મળશે?:કતારગામ-અમરોલી બ્રિજના એક રેમ્પનું ઉતાવળે લોકાર્પણ કરાયું, બીજા રેમ્પની કામગીરી ગોકળગતિએ થતા વિવાદ
    Next Article
    પાટણમાં પીવાના પાણીના પ્રવાહનું નિરીક્ષણ:પદ્મનાથથી સિદ્ધિ સરોવર રૂટ પર ચેકિંગ, અધિકારીઓએ પાલિકા સ્ટાફને પાણીના સેમ્પલ ટેસ્ટ અને જાળવણી માટે સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment