Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેચ ફિક્સિંગના આરોપ પર વેસ્ટ ઇન્ડીઝનો ફાસ્ટ બોલર સસ્પેન્ડ:ICCએ ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીના 2 અધિકારીઓને પણ સસ્પેન્ડ કર્યા; 2023-24નો કેસ

    9 hours ago

    ICCએ બાર્બાડોસમાં 2023-24 બિમ10 ટુર્નામેન્ટ દરમિયાન ભ્રષ્ટાચાર વિરોધી નિયમોના ઉલ્લંઘનને કારણે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર જૈવોન સર્લ્સ, ટાઇટન્સ ફ્રેન્ચાઇઝીના માલિક ચિત્રરંજન રાઠોડ અને ટીમના અધિકારી ટ્રેવન ગ્રિફિથને પણ તમામ પ્રકારના ક્રિકેટમાંથી સસ્પેન્ડ કર્યા છે. સર્લ્સ પર ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળ ચાર આરોપો લગાવવામાં આવ્યા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ અંડર-19 ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે કેરેબિયન પ્રીમિયર લીગમાં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ માટે રમ્યો હતો અને 2018માં IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે પણ રમ્યો છે. આ આરોપો લાગ્યા છે હવે 25 માર્ચ સુધીમાં જવાબ આપવો પડશે ICCએ જણાવ્યું કે ત્રણેયને 11 માર્ચ 2026 થી 14 દિવસની અંદર આ આરોપો પર જવાબ આપવો પડશે. આ મામલો 2023-24ના બીમ 10 ટુર્નામેન્ટ સાથે સંબંધિત તપાસનો એક ભાગ છે. આમાં અમેરિકાના બેટર એરોન જોન્સ પર પણ પાંચ આરોપો લગાવવામાં આવ્યા છે. વેસ્ટ ઇન્ડીઝની લિમિટેડ ઓવર ટુર્નામેન્ટ છે બિમ-10 બિમ-10 એ 10-10 ઓવરની ઇનિંગ્સવાળી ટુર્નામેન્ટ છે જેમાં 6 ટીમ વોયેજર્સ, ગાર્ડિયન્સ, ટાઇટન્સ, સેટલર્સ, વોરિયર્સ અને પેલિકન્સ ટીમ રમે છે. આ ટુર્નામેન્ટ છેલ્લી વાર 2023-24માં યોજાઈ હતી. જે ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના ભ્રષ્ટાચાર વિરોધી નિયમો હેઠળ આવે છે. ICC અને ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝ બંનેએ પોતપોતાની ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળ આ આરોપો લગાવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Ankur Warikoo describes what helped him achieve 13% body fat at 45: ‘No steroids, no shortcuts, not AI’
    Next Article
    રશ્મિકા મંદાનાની પ્રાઈવેટ ઓડિયો ક્લિપ લીક!:સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં એક્ટ્રેસનો પિત્તો છટક્યો, 8 વર્ષ જૂના કન્ટેન્ટ હટાવવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment