Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટીમાં ICAI પરિષદમાં મારામારીનો વીડિયો વાયરલ:નેશનલ પ્રેસિડેન્ટની હાજરીમાં CA અધિકારીઓ બાખડ્યા હતા, કૉર્પોરેટ કલ્ચરલની આબરૂના લીરેલીરા ઉડ્યા

    1 day ago

    ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી ક્લબ ખાતે આયોજિત હાઈ-પ્રોફાઈલ 'ICAI CFO એલિવેટ 2.0' પરિષદ દરમિયાન બનેલી શરમજનક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કોર્પોરેટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વર્તુળમાં ભારે ચકચાર મચી ગઈ છે. સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ અને ટોચના કોર્પોરેટ દિગ્ગજોની હાજરી વચ્ચે જ બીજા માળની બાલ્કનીમાં સેન્ટ્રલ કાઉન્સિલની જૂની ચૂંટણીની અદાવત રાખીને સીએ હોદ્દેદારો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. આ સમગ્ર મામલે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાલ્કનીમાં ઉગ્ર બોલાચાલી બાદ જમીન પર પટક્યા કાર્યક્રમ દરમિયાન બીજા માળની બાલ્કનીમાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર પુરુષોત્તમ ખંડેલવાલ અને રીજનલ મેમ્બર બિશન શાહ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં મામલો બિચકતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને બિશન શાહને જમીન પર પટકી દેવામાં આવ્યા હતા. અચાનક સર્જાયેલા આ ધીંગાણાને કારણે સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી અને અન્ય સભ્યો તાત્કાલિક વચ્ચે પડીને બચાવ કરવા દોડી આવ્યા હતા. ચૂંટણીની અદાવતમાં હુમલો રીજનલ મેમ્બર બિશન શાહ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, સેન્ટ્રલ કાઉન્સિલની અગાઉની ચૂંટણીમાં મદદ ન કરવાનો ખાર રાખીને તેમના પર આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં 3 ટાંકા આવ્યા હતા. સામસામે થયેલા વિવાદ વચ્ચે પુરુષોત્તમ ખંડેલવાલ દ્વારા પણ પોલીસ સમક્ષ અરજી રજૂ કરવામાં આવી છે. CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ શરૂ આ હાઈ-પ્રોફાઈલ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ ડભોડા પોલીસે મામલાની ગંભીરતા સમજી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસ અધિકારી પીએસઆઈ ગોહિલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી ક્લબના સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવશે અને ઘટના સમયે સ્થળ પર ઉપસ્થિત તમામ પ્રત્યક્ષદર્શી સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવશે. તમામ જરૂરી પુરાવા એકત્ર કર્યા બાદ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે
    Click here to Read More
    Previous Article
    AI Boom Could Fuel Inflation Instead Of Fighting It In Short Term, Top SNB Official Warns
    Next Article
    કોન્સ્ટેબલ પત્ની પર જીવલેણ હુમલો કરનાર પતિનું રહસ્યમય મોત:હત્યા કે આત્મહત્યાનો કોયડો ઉકેલવા FSLઅને ડોગ સ્ક્વોડની તપાસ, ભાઈએ મર્ડરની ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment