Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    FSL અભિપ્રાય પછી તંત્ર જાગ્યું:પાટનગરમાં સગીરો-યુવાનોને નશાના ખપ્પરમાં હોમાતા બચાવવા નિર્ણય, રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના વેચાણ-હેરફેર પર પ્રતિબંધ

    15 घंटे पहले

    ગાંધીનગરમાં યુવાધનને નશાના ભયાનક દૂષણ તરફ ધકેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સગીરો અને યુવાનોમાં ચરસ તેમજ ગાંજા જેવા વનસ્પતિજન્ય નશીલા પદાર્થોના સેવનની વધતી જતી કુટેવને જડમૂળથી ડામવા માટે ગાંધીનગરના ઇન્ચાર્જ જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતિ દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર સમગ્ર જિલ્લામાં રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના સંગ્રહ, વેચાણ તેમજ હેરફેર પર તાત્કાલિક અસરથી સદંતર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. રોલિંગ પેપર કાગળ નહીં પણ ‘ડ્રગ્સનું સાધન’ છે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક પ્રતિબંધ પાછળ રાજ્યના ફોરેન્સિક સાયન્સ નિયામક (FSL) નો સત્તાવાર અને વૈજ્ઞાનિક અભિપ્રાય મુખ્ય આધાર બન્યો છે. FSL ના વૈજ્ઞાનિક અહેવાલ અનુસાર, બજારમાં મળતા આ રોલિંગ પેપર અને કોન એ માત્ર સામાન્ય કાગળ નથી, પરંતુ તે ટેકનિકલી 'ડ્રગ પેરાફર્નાલિયા' (નશા માટે વપરાતા સાધનો) તરીકે કામ કરે છે. તેના ઉપયોગથી નશીલા દ્રવ્યો માનવ શરીરમાં ખૂબ જ ઝડપથી શોષાઈ જાય છે, જેના કારણે યુવાનોમાં ડ્રગ્સ પરની નિર્ભરતા (એડિક્શન) ચિંતાજનક રીતે વધી જાય છે. ઓવરડોઝ અને ફેફસાં-હૃદય ફેઈલ થવાનું મોટું જોખમ વૈજ્ઞાનિકોના મતે, આ પેપરના માધ્યમથી ડ્રગ્સ લેવાથી અચાનક ‘ડ્રગ્સ ઓવરડોઝ’ થવાની ગંભીર સંભાવના રહેલી છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. વધુમાં, જ્યારે આ વિશેષ પેપર કેમિકલયુક્ત ડ્રગ્સ સાથે બળે છે, ત્યારે તેમાંથી પેદા થતો ટાર, કાર્બન મોનોક્સાઇડ અને અન્ય અત્યંત ઝેરી વાયુઓ સીધા શ્વાસમાં જાય છે. આ ધુમાડો માનવ ફેફસાંને કાયમી નુકસાન પહોંચાડે છે તેમજ હૃદય સંબંધિત કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને બ્લોક કરીને હાર્ટ એટેકનું જોખમ ઊભું કરે છે. પાન પાર્લર, ચાની કીટલી અને ઓનલાઇન સાઇટ્સ પર સરળતાથી મળતો હતો સામાન છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરના વિવિધ સામાજિક સંગઠનો, સજાગ નાગરિકો, લોકપ્રતિનિધિઓ અને મીડિયા દ્વારા આ એસેસરીઝના બેફામ વેચાણ અંગે સરકારમાં વ્યાપક રજૂઆતો કરવામાં આવી રહી હતી. તદુપરાંત ગુપ્તચર સંસ્થાઓ (Intelligence Bureau) ના ગુપ્ત અહેવાલોમાં પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે ગાંધીનગર જિલ્લાના રહેણાંક વિસ્તારો, પાન પાર્લરો, ચાની કીટલીઓ, કરિયાણાની નાની દુકાનો તેમજ ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ (જેમ કે બ્લિંકિટ, ઝેપ્ટો કે અન્ય સાઇટ્સ) પર આ પ્રકારની સ્મોકિંગ એસેસરીઝ સગીરોને પણ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે, જે યુવાપેઢીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની ગઈ હતી. 12 સપ્ટેમ્બર સુધી નિયમ લાગૂ વિષયની ગંભીરતા અને યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા છે. આદેશ અનુસાર, આ પ્રતિબંધાત્મક હુકમ તા. 15 જુલાઈથી શરૂ કરીને આગામી 12 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગાંધીનગર જિલ્લાના તમામ મહેસૂલી વિસ્તાર સહિત પશ્ચિમ રેલ્વે પોલીસ સ્ટેશનની હદમાં પણ સમાન રીતે કડકપણે લાગુ રહેશે. વહીવટી તંત્ર અને પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ પણ વ્યક્તિ, સ્થાનિક વેપારી, પાન પાર્લરના માલિક કે ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ આ જાહેરનામાના નિયમોનો ભંગ કરતા ઝડપાશે, તો તેમની સામે કાયદેસરનો ગુનો નોંધીને જેલભેગા કરવા સહિતની કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લીમખેડામાં આંગણવાડી કાર્યકરોની સમીક્ષા બેઠક:પોષણ અભિયાન, યોજનાઓના અમલીકરણ પર ભાર મુકાયો
    Next Article
    The Odyssey Expected To Earn Rs 22 Crore On Day 1, Rs 75 Crore On Opening Weekend In India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment