Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ICAIની રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સનો પ્રારંભ:નિષ્ણાતોએ કહ્યું- 'AIથી કામ ઝડપી થયું છે, કોઈની જોબ નહીં જાય; AI ક્યારેય હ્યુમનને ઓવરપાવર નહીં કરી શકે'

    2 weeks ago

    ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત નેશનલ કોન્ફરન્સ 2026નું આજે વડોદરામાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશભરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, નીતિ નિર્માતાઓ, નાણાકીય નિષ્ણાતો તથા ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આયોજકોએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ અને ટેક્નોલોજી આધારિત યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને માનવ મૂલ્યો વચ્ચે સંતુલન જાળવીને વ્યવસાયિક વિશ્વાસને વધુ મજબૂત બનાવવો સમયની માંગ છે. 'ટેક્નોલોજી કાર્યક્ષમતામાં વધારો કરે છે' ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મુખ્ય અતિથિઓએ પોતાના સંબોધનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બદલાતી ભૂમિકા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, AI આધારિત કાર્યપદ્ધતિઓ, કોર્પોરેટ ગવર્નન્સ અને વ્યાવસાયિક નૈતિકતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, ટેક્નોલોજી કાર્યક્ષમતામાં વધારો કરે છે, પરંતુ વ્યવસાયિક વિશ્વાસ, પારદર્શિતા અને નૈતિક મૂલ્યો હંમેશા સફળતાના પાયાના સ્તંભ રહેશે. કોન્ફરન્સના પ્રથમ દિવસે વિવિધ ટેક્નિકલ સેશન્સ અને પેનલ ચર્ચાઓ યોજાઈ હતી, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, ઓડિટમાં ટેક્નોલોજીનો ઉપયોગ, ફાઇનાન્સિયલ લીડરશિપ, રિસ્ક મેનેજમેન્ટ અને ભવિષ્યની વ્યવસાયિક તકો જેવા વિષયો પર નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. ઉપસ્થિત પ્રતિનિધિઓએ ચર્ચાઓમાં સક્રિય ભાગ લઈ પોતાના અનુભવ અને વિચારો પણ રજૂ કર્યા હતા. સી.એ. પ્રેક્ટિસના નવા-નવા ક્ષેત્રો વિશે ચર્ચા સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CA વિશાલ દોશીએ જણાવ્યું કે આ, આજે વડોદરા બ્રાન્ચ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા 5 અને 6 જૂનના રોજ બે દિવસીય 'નેશનલ કોન્ફરન્સ' રાખવામાં આવી છે. આ કોન્ફરન્સ પ્રોફેશનલ ડેવલપમેન્ટ કમિટીના નેજા હેઠળ યોજાઈ રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સી.એ. પ્રેક્ટિસના નવા-નવા ક્ષેત્રો વિશે ચર્ચા કરવાનો અને સભ્યોમાં જાગૃતિ લાવવાનો છે. હાલમાં ટેકનોલોજી, ડીપીડીપી એક્ટ અને આઉટસોર્સિંગ જેવા ઘણા કન્ટેમ્પરરી એરિયાઝ સામે આવ્યા છે, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે ખૂબ મહત્વના છે. સીએ માટે ઘણી નવી પ્રોફેશનલ તકો ઊભી થઈ છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અત્યાર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન, જીએસટી કમ્પ્લાયન્સ અને ઓડિટ જેવી ટ્રેડિશનલ સર્વિસીસ આપતા આવ્યા છે અને તેમાં તેઓ એક્સપર્ટ છે જ. પરંતુ, જેમ જેમ બિઝનેસ અને ઇન્ડસ્ટ્રીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે અને ટેકનોલોજીનો વપરાશ વધી રહ્યો છે, તેમ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ સીએ માટે ઘણી નવી પ્રોફેશનલ તકો ઊભી થઈ છે. આ બે દિવસીય કોન્ફરન્સ સભ્યોને આ નવી તકો વિશે માહિતગાર કરશે. રાજ્યોમાંથી 600 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ભાગ લીધો વેસ્ટર્ન રીજનના વાઇસ ચેરમેન અને રીજનલ કાઉન્સિલ મેમ્બર CA રિકીન પટેલે જણાવ્યું હતું કે, આ નેશનલ કોન્ફરન્સમાં સી.એ. માટે ઉપલબ્ધ નવી તકો પર વિસ્તૃત ચર્ચા થઈ રહી છે. જેમાં આઉટસોર્સિંગ, આઈટી અને ટેકનોલોજીમાં આવી રહેલા બદલાવો વિશે સીએ સભ્યોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ એક રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સ હોવાથી તેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા વિવિધ રાજ્યોમાંથી અંદાજે 600 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સે ભાગ લીધો છે. AI ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે નવી તકોના દ્વાર ખોલી રહ્યું છે વડોદરા બ્રાન્ચના ચેરમેન સીએ પ્રશાંત કોટેચાએ જણાવ્યું હતું કે, ઘણા લોકો એવું માને છે કે AI આવવાથી મુશ્કેલીઓ વધશે અથવા કામ છૂટી જશે, પરંતુ વાસ્તવમાં એવું નથી. AI ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે નવી તકોના દ્વાર ખોલી રહ્યું છે. એઆઈનો ઉપયોગ કરતી વખતે સાયબર સિક્યોરિટી અને પર્સનલ ડેટા પ્રોટેક્શન જેવી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે આપણી ઘણી પ્રોફાઈલ પબ્લિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય છે. આ ડેટાને કેવી રીતે પ્રોટેક્ટ કરવો અને આપણા રાઇટ્સ શું છે, તે અંગે પણ કોન્ફરન્સમાં સેશન્સ રાખવામાં આવ્યા છે. હવે AI ની મદદથી 20 મિનિટમાં થઈ શકે છે AI થી કોઈ જોખમ નથી. જે કામ પહેલાં કરવામાં આપણને બે કલાક લાગતા હતા, તે હવે AI ની મદદથી 20 મિનિટમાં થઈ શકે છે. આનાથી કોઈની જોબ નહીં જાય. મારું સ્પષ્ટ માનવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યારેય હ્યુમન ઇન્ટેલિજન્સને ઓવરપાવર નહીં કરી શકે, કારણ કે જેને નેચરલ ઇન્ટેલિજન્સે ક્રિએટ કર્યું છે, તે હંમેશાં આગળ જ રહેશે. આર્ટિફિશિયલ હંમેશાં આર્ટિફિશિયલ રહેશે અને નેચરલ હંમેશાં નેચરલ રહેશે.
    Click here to Read More
    Previous Article
    નાના કેરાલામાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો:સેવાભાવી મોહન પટેલ અને સંસ્થાઓના સહયોગથી 7 હજાર ચશ્માનું વિતરણ
    Next Article
    NFL Podcaster's Super Shady' Claim Adds Fresh Twist To Mike Vrabel Controversy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment