Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં પાંચ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ:અમદાવાદથી આવી ચિત્રા યાર્ડમાં સાફ-સફાઈનું કામ કરતી, આ કેસમાં IBને પણ જોડાશે: ગ્રામ્ય ASP

    10 hours ago

    ભાવનગરમાં SOG દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી. શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતી બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ છે. આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ પણ મળી આવ્યા હતા. હાલમાં ઝડપાયેલી તમામ મહિલાઓને SP કચેરી ખાતે લઈ જઈ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. જો કે કેટલા સમયથી આ મહિલાઓ ભાવનગરમાં રહેતી હતી, ક્યારે આવી અને અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તે મુદ્દે તપાસ તેજ કરી દેવામાં આવી. તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. બાંગ્લાદેશી મહિલાઓ પાસે પાસપોર્ટ નહીં મળતી માહિતી પ્રમાણે પોલીસે બોરતળાવ વિસ્તારમાં શંકાસ્પદ પાંચ મહિલાઓ ઝડપી પાડી હતી. જેની પાસેથી વિવિધ બાંગ્લાદેશી દસ્તાવેજો, બાંગ્લાદેશી મોબાઈલ નંબર મળી આવ્યા હતા. એટલું જ નહીં વિઝા પાસપોર્ટ સંબંધિત પુછપરછ કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે, પોતાની પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા નથી અને પોતે બાંગ્લાદેશી નાગરિક છે. ગેરકાયદે રીતે ભારતમાં આવ્યા હોવાનું જણાવતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાઓના નામ પાખી ખાનમ (ઉ.વ.22) રીમા અખ્તર ઉર્ફે લીલી (ઉ.વ.35) લાખી બેગમ (ઉ.વ.35) સુબરના બેગમ (ઉ.વ.39) લેબીના ખાનમ (ઉ.વ.33) 'મહિલાઓ અમદાવાદથી ભાવનગર આવી હતી' ભાવનગર ગ્રામ્ય એએસપી ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે, બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિત્રા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડમાં એસોજીના ટીમને પેટ્રોલિંગ સમયે શંકાસ્પદ મહિલાઓ જોવા મળી હતી. સ્થળ પર મહિલાઓની પૂછપરછ કરી હતી. મહિલાઓના ફોનમાંથી બાંગ્લાદેશના નંબર મળી આવ્યા હતા. બાંગ્લાદેશ સાથે કનેક્શન હોવાના કારણે ડિટેઈન કર્યાં બાદ તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી. અને 5 મહિલાઓને ડિટેઈન કરી દેવામાં આવી છે. ઘનશ્યામ ગૌતમે વધુમાં જણાવ્યું હતું કે મહિલાઓ પાસેથી ડોક્યુમેન્ટ મળ્યા, જેમાં મૂળ એડ્રેસ બાંગ્લાદેશનું છે. પ્રાથમિક પૂછપરછમાં એટલું મળ્યું છે કે આ મહિલાઓ અમદાવાદથી ભાવનગર આવી હતી. ચિત્રા યાર્ડમાં સાફ સફાઈનું કામ કરતા હતા. કેવી રીતે આવ્યા એની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. હાલની તપાસ સુધીમાં ભારતના કોઈ ડોક્યુમેન્ટ એમની પાસેથી મળ્યા નથી. અહીંયા એમને કોણે બોલાવી, સાફ સફાઈ કે અન્ય કામ કરતી હતી અને કોની સાથે સંપર્કમાં હતી એ તમામ વિગતોની તપાસ કરાશે. આઈબીને પણ સંકલિત કરાશે:ભાવનગર ગ્રામ્ય એસપી ભાવનગર ગ્રામ્ય એએસપીએ કહ્યું હતું કે, ઝડપાયેલી મહિલાઓના ફોનનું ટેકનિકલ એનાલિસિસ કરાશે. એમની પાસેથી બાંગ્લાદેશી ડોક્યુમેન્ટ મળ્યા છે. જેમાં જિલ્લો ફરીદપુર છે જ્યારે +88 નંબર મળ્યા છે. આ મહિલાઓ વોટ્સએપના માધ્યમથી સંપર્કમાં રહેતા હતા. એ સાથે જ આ કેસમાં આઈબીને પણ સંકલિત કરાશે. તમામ મહિલાઓ સાથે જ રહેતી હતી. અને એક બીજાના મોબાઈલમાં તેમના સંપર્ક પણ મળી આવ્યા છે. નેશનલ સિક્યુરીટીને હાનિ પહોંચી એવી કોઈ વસ્તુ હાલમાં મળી નથી. આ પણ વાંચો: ગેરકાયદે ઘૂસણખોરી કરી રાજકોટ આવેલ વધુ 4 બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ:એક સપ્તાહથી આવી મજૂરી કામ કરતી'તી, 8 મહિના પહેલા 34 બાંગ્લાદેશી ઝડપાયા'તા ઘૂસણખોરી અટકાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા વધુ ચાર બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ 4 મહિલા છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં આવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 8 મહિના અગાઉ રાજકોટ શહેર SOG પોલીસે કુલ 34 બાંગ્લાદેશીઓને ઝડપી પાડી ડિપોર્ટ કાર્યવાહી કરી હતી જેમાં 25 મહિલા, 6 પુરુષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    SBIનો નફો 5.5% વધીને ₹19,684 કરોડ:ચોથા ક્વાર્ટરમાં કુલ આવક ₹1.40 લાખ કરોડ રહી, બેંક રોકાણકારોને શેર દીઠ ₹17.35 ડિવિડન્ડ આપશે
    Next Article
    સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ગુજરાતનું જહાજ ડૂબ્યું:કાળિયા ઠાકોરના મનોરથ મોંઘા પડશે, ભાવનગરમાંથી ઝડપાઈ બાંગ્લાદેશી મહિલાઓ, કામધંધો કરવાની ટકોર કરતા નાનીનું ગળું કાપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment