Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IBના નામે કેજરિવાલ સાથે વાત કરનાર AAPનો જ નેતા નિકળ્યો:કદ ઘટવાના ડરથી વડોદરા AAP પ્રમુખે પાર્ટીના જ નેતાઓને ધમકાવ્યાં; અશોક ઓઝા અને તેના મિત્રની ધરપકડ

    9 hours ago

    આણંદ આમ આદમી પાર્ટીના આંતરિક રાજકારણ અને જૂથવાદનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના નકલી અધિકારી બનીને પોતાની જ પાર્ટીના કેન્દ્રીય નેતાને ફોન પર હેરાન કરવાના મામલે આણંદ સાઇબર ક્રાઇમ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વડોદરા શહેર 'આપ' પ્રમુખ અશોક ઓઝા અને તેના આણંદના મિત્ર નીતિન ડોબરિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટ્વીટ બાદ ભાંડો ફૂટ્યો: કેજરીવાલે લગાવ્યા હતા આક્ષેપ આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામાની શરૂઆત ત્યારે થઈ જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઈટાલિયા અને દિલ્હીના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકે સોશિયલ મીડિયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, IBના અધિકારીઓ ગુજરાતમાં તેમના નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે અને ધમકાવી રહ્યા છે. આ ટ્વીટ બાદ મામલો ગરમાતાં આણંદ સાઇબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો જ્યારે પોલીસે કોલ્સ અને લોકેશન ટ્રેસ કર્યા ત્યારે સત્ય કંઈક અલગ જ નીકળ્યું. 'આપ'ના જ વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી તેનો મિત્ર નીતિન ડોબરિયા કેન્દ્રીય નેતા દુર્ગેશ પાઠકને ફોન કરતો હતો. નીતિન પોતાને IBનો અધિકારી ઓળખાવી દુર્ગેશ પાઠકને સતત હેરાન પરેશાન કરી રહ્યો હતો. વર્ચસ્વ ગુમાવવાના ડરથી રચાયો કારસો પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીથી આપના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકને વડોદરા ખાતે જવાબદારી સોંપવામાં આવી હતી. દુર્ગેશ પાઠકના વડોદરા આગમનથી સ્થાનિક પ્રમુખ અશોક ઓઝા નારાજ હતો. તેને ભય હતો કે કેન્દ્રીય નેતાના આવવાથી પાર્ટીમાં તેનું કદ નાનું થઈ જશે અને તેનું વર્ચસ્વ ઘટશે. આ જ રાજકીય અદાવત અને ડરના કારણે અશોકે પોતાના મિત્ર નીતિન ડોબરિયાની મદદ લીધી અને દુર્ગેશ પાઠકને માનસિક રીતે હેરાન કરવાનો કારસો રચ્યો હતો. સાઇબર ક્રાઇમ મથકે ગુનો દાખલ પોતાની જ પાર્ટીના નેતાને ફસાવવા અને ડરાવવા માટે સરકારી એજન્સી (IB)ના નામે ખેલ ખેલવો આ નેતાઓને ભારે પડ્યો છે. આણંદ સાઇબર ક્રાઇમ પોલીસે વડોદરા 'આપ' પ્રમુખ અશોક ઓઝા અને આણંદના નીતિન ડોબરિયા સામે ગુનો નોંધી બંનેની સત્તાવાર અટકાયત કરી લીધી છે. આ ઘટના બાદ ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના સંગઠનમાં મોટો ખળભળાટ મચી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    'રિક્ષાનું મિનિમમ ભાડું 50 જ પોષાય તેમ છે':રિક્ષાચાલક સંગઠનોને સરકારે બોલાવી સમજાવ્યા, ભાડાવધારાની માંગ ન સંતોષાય તો ગાંધીનગરમાં રિક્ષાચાલકો એકઠા કરવાની ચીમકી
    Next Article
    Amit Chavda on Deodar: દિયોદર તા. પં.માં Congress ના પ્રમુખની વરણી, અમિત ચાવડા શું બોલ્યા? | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment