Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત IAS અધિકારીઓના સ્થાને 6 અધિકારીઓને વધારાના ચાર્જની ફાળવણી:સંજય મોદીને GTDCના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, એસ.ડી. તબિયાર ડાંગ અને એચ.પી. જોશીને દ્વારકાના DDOની જવાબદારી સોંપાઈ

    17 hours ago

    રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા મંગળવારે મહત્વપૂર્ણ વહીવટી આદેશ જાહેર કરીને નિવૃત્ત થયેલા IAS અધિકારીઓના સ્થાને વિવિધ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ આદેશના પગલે ગાંધીનગર સહિત ડાંગ-આહવા અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓના વહીવટમાં તાત્કાલિક અસરથી ફેરફારો અમલમાં આવ્યા છે. સંજય મોદીને નિવૃત્ત સી.બી. બલાતના સ્થાને વધારાનો ચાર્જ સોંપાયો આદેશ મુજબ, સંજય કે. મોદી (IAS), જે હાલમાં ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સોસાયટી (GSTDREIS)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેમને નિવૃત્ત થયેલા સી.બી. બલાતના સ્થાને ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. યોગેશ નિર્ગુડને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીનો વધારાનો ચાર્જ તે જ રીતે, યોગેશ બી. નિર્ગુડે (IAS), એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગરને નિવૃત્ત થયેલા બી.જે. પટેલના સ્થાને ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO) નો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારે રચિત રાજ (IAS) ને પણ વધારાની જવાબદારી સોંપી છે. તેઓ હાલ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને હવે તેઓ ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશનલ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો કાર્યભાર પણ સંભાળશે. આ ઉપરાંત, પ્રશસ્તિ પારેખ (IAS), મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડને વધારાના ગ્રામ વિકાસ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેઓ નિવૃત્ત થયેલા બી.એમ. પ્રજાપતિના સ્થાને આ જવાબદારી નિભાવશે. એસ.ડી. તબિયાર અને એચ.પી. જોશીને જિલ્લા વિકાસ અધિકારીનો વધારાનો ચાર્જ જિલ્લા સ્તરે પણ બે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. એસ.ડી. તબિયાર (GAS), ડાંગ-આહવા DRDAના ડિરેક્ટરને ડાંગ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે એચ.પી. જોશી (GAS), દેવભૂમિ દ્વારકા DRDAના ડિરેક્ટરને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓ વધારાના ચાર્જ સાથે પોતાની ફરજો બજાવશે રાજ્ય સરકારના આ નિર્ણયથી નિવૃત્ત અધિકારીઓના સ્થાને વહીવટી કામગીરીમાં કોઈ વિલંબ ન થાય અને વિવિધ વિભાગો તથા જિલ્લાઓનું કામકાજ સતત ચાલુ રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ તમામ અધિકારીઓ આગામી આદેશ સુધી વધારાના ચાર્જ સાથે પોતાની ફરજો બજાવશે.
    Click here to Read More
    Previous Article
    IPLમાં 140 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ભુવીની સ્પીડ:36 વર્ષની ઉંમરે શાનદાર ફિટનેસ; 120 કિલો વજન ઉઠાવી રહ્યો છે, ફેટ ઘટાડીને 13-14% પર લાવ્યો
    Next Article
    જામનગર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ:આગામી 14 જૂને સુમૈર સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment