Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેલીબિયાં પાક બિયારણ સહાય માટે i-Khedut પોર્ટલ ખુલ્યું:ખેડૂતો 17 મે સુધી મગફળી, સોયાબીન, દિવેલા, તલ માટે અરજી કરી શકશે

    12 hours ago

    આગામી ખરીફ સિઝન માટે તેલીબિયાં પાકોના પ્રમાણિત બિયારણ સહાય મેળવવા માટે રાજ્યના ખેડૂતો i-Khedut 2.0 પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. આ પોર્ટલ 8 મે, 2026 થી 17 મે, 2026 સુધી ખુલ્લું રહેશે. ભારત સરકાર દ્વારા "નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ" યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી માટે પ્રોત્સાહન આપવાનો તેમજ વાવેતર વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવાનો છે. આ યોજના આણંદ, નવસારી અને વલસાડ જિલ્લાઓ સિવાયના તમામ જિલ્લાઓમાં લાગુ પડે છે. યોજના હેઠળ, વર્ષ 2026-27 ની ખરીફ સિઝન માટે મગફળી, સોયાબીન, દિવેલા અને તલ જેવા તેલીબિયાં પાકોના પ્રમાણિત બીજ વિતરણ ઘટક હેઠળ સહાય આપવામાં આવશે. ખેડૂતોને આ સહાયથી પ્રમાણિત બિયારણ મેળવવા માટે અરજી કરવાની તક મળશે. જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેલીબિયાં પાકોની ખેતી કરતા તમામ ખેડૂતોને વિનંતી છે કે તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં i-Khedut 2.0 પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને આ યોજનાનો લાભ લે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ-દહિસર હાઈવેની દુર્દશા મામલે હાઈકોર્ટ આકરા પાણીએ:જિલ્લા કલેક્ટરોને પક્ષકાર બનાવવા આદેશ, NHAI દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરાઈ
    Next Article
    Dakor Temple News | ડાકોરમાં મનોરથના લાગામાં કરાયો ધરખમ વધારો | Dakor Templem Committee News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment