Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિહોર નજીક I-20માંથી 488 વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાયા:7.58 લાખનો મુદ્દામાલ જપ્ત, સપ્લાયરથી લઈ ખરીદદારો સુધી 7 શખ્સો સામે ગુનો નોંધાયો

    10 hours ago

    ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડે બાતમીના આધારે સિહોર નજીક નેસડા ગામે હીરનગર રોડ પર પેટ્રોલિંગ દરમ્યાન પસાર થતી કારને રોકી તપાસ કરતા I-20 કારમાંથી ગેરકાયદે ઘુસાડવામાં આવતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે કુલ રૂ. 7.58 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે પૂછપરછમાં દારૂના સપ્લાય અને વેચાણ સાથે સંકળાયેલા અન્ય શખ્સોના નામ પણ બહાર આવતા આ ઘટનાને પગલે સિહોર પોલીસે કુલ સાત શખ્સો સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા ગતરોજ ભાવનગર પેરોલ-ફર્લો સ્કવોડ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમીના આધારે સિહોર નજીક નેસડા ગામે હીરનગર જવાના રસ્તા પર આઇ-20 કાર નં. GJ-03-HK-3004ને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ગેરકાયદે વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ 488 નંગ બોટલો કિંમત રૂ. 2,48,091 ઉપરાંત બે મોબાઈલ ફોન રૂ. 10,000 અને કાર કિંમત રૂ. 5,00,000 મળી કુલ રૂ. 7,58,096 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી યુવરાજ ઉર્ફે શિવરાજ ખાચર (રહે. લોયાગામ, તા. સાયલા) અને મિલન સોમનાથભાઈ રાઠોડ (રહે. ખોડિયારનગર, સિહોર)ને ઝડપી લઈને વધુ કાર્યવાહી માટે સિહોર પોલીસને સોંપ્યા હતા. સુરેન્દ્રનગરથી જથ્થો લાવીને સિહોર લઈ જતા હતા પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે, આ વિદેશી દારૂનો જથ્થો આલકુ ભાંભડા (રહે. ભાણેજડા, તા. સાયલા) અને ઉદયભાઈ પાંધલ (રહે. થાન, જી. સુરેન્દ્રનગર) પાસેથી લાવવામાં આવ્યો હતો અને તેને નેસડા ગામના વિપુલ કલાભાઈ ડાંગર, સિહોરના મહેશ દેવશીભાઈ જોટાણા તથા જયરાજ શિવાભાઈ મોરીને વેચાણ માટે પહોંચાડવાનો હતો. 7 શખ્સો સામે ગુનો નોંધાયો જે મામલે સિહોર પોલીસે કુલ 7 શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની કલમ 65(a)(e), 116-B, 81, 83 અને 98(2) હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આકરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે:દરિયાઈ વિસ્તારમાં ભેજ અને ઊંચા તાપમાનના કારણે અકળામણ અનુભવાશે
    Next Article
    નવસારીમાં કન્ટેન્ટ ક્રિએટર્સને 15 દિવસમાં 60 હજાર કમાણી:ઉમેદવારોએ મતદારો સુધી પહોંચવા સોશિયલ મીડિયાનો સહારો લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment