Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HTAT સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:શિક્ષણ વિભાગ સામે પડતર માંગણીઓ અને વહીવટી પ્રશ્નોની રજૂઆત

    1 day ago

    પાટણ જિલ્લા મુખ્ય શિક્ષક (HTAT) સંઘ દ્વારા વહીવટી પ્રશ્નો અને પડતર માંગણીઓના ઉકેલ માટે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. સંઘે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2012થી મુખ્ય શિક્ષકોની ભરતી શરૂ થયા બાદ શાળાઓના શૈક્ષણિક સ્તરમાં સુધારો થયો હોવા છતાં શિક્ષણ વિભાગ આ કેડર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી રહ્યું છે. પાટણ જિલ્લા HTAT સંઘના હોદ્દેદારોએ કલેક્ટર સમક્ષ કુલ સાત જેટલી મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે મુખ્ય શિક્ષકોની તમામ પ્રકારની બદલીઓ વાર્ષિક ધોરણે નિયમિત કરવામાં આવે. આ ઉપરાંત, બઢતીથી નિમણૂંક મેળવેલા HTAT આચાર્યોને એક ઇજાફો આપવાની પણ માંગ કરવામાં આવી છે. સંઘે અનુદાનિત સંસ્થાના કર્મચારીઓની અગાઉની સેવાને હાલની સેવા સાથે જોડીને સળંગ ગણવા વિનંતી કરી છે. 300થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓમાં પરિપત્ર મુજબ કેન્દ્રીયકૃત રીતે શાળા સહાયક (ક્લાર્ક) ફાળવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. અન્ય માંગણીઓમાં, HTAT કેડર વેકેશનલ પોસ્ટ બની તે પહેલાં, એટલે કે વર્ષ 2012થી 2019 સુધીના સમયગાળાની વેકેશનની રજાઓને પ્રાપ્ત રજા તરીકે જમા આપવાનો સમાવેશ થાય છે. શાળાના નાણાકીય વ્યવહારો માટે વારંવાર બદલાતી બેંક ચેન્જિંગ પ્રક્રિયા બંધ કરવા અને સ્પર્શ જેવા સોફ્ટવેરથી રોજિંદી નાણાંકીય બાબતો મુશ્કેલ ન બનાવવા અંગે પણ શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવા આવેદનપત્ર દ્વારા વિનંતી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ડાંગના ધૂળચોંડમાં રક્ષાબંધન પર્વની ઉજવણી:સરસ્વતી વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
    Next Article
    ધ્રુવ જુરેલે જોખમી રન દોડીને પોતાની સદી પૂરી કરી:રનઆઉટ થતાં માંડ-માંડ બચ્યો, કરિયરની બીજી સેન્ચુરી ફટકારી; ટીમ ઈન્ડિયાનો સ્કોર 480ને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment