Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રુવ જુરેલે જોખમી રન દોડીને પોતાની સદી પૂરી કરી:રનઆઉટ થતાં માંડ-માંડ બચ્યો, કરિયરની બીજી સેન્ચુરી ફટકારી; ટીમ ઈન્ડિયાનો સ્કોર 480ને પાર

    1 day ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 489/9 છે. ટીમ તરફથી ધ્રુવ જુરેલ અને પ્રસિદ્ધ ક્રિષ્ના ક્રિઝ પર છે. ધ્રુવ જુરેલે કરિયરની બીજી સદી ફટકારી છે. રિષભ પંત 63 રન બનાવીને આઉટ થયો. ઈજાના કારણે પહેલા દિવસે 3 રન પર રિટાયર્ડ હર્ટ થયેલા પંતે બીજા દિવસે કમબેક કરતા ફિફ્ટી ફટકારી, પણ લંચ પછી પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. દિવસની શરૂઆતમાં સારાંશ વધારે વાર ક્રિઝ પર ટકી શક્યો નહિ અને 6 રન બનાવીને આઉટ થયો. શ્રીલંકા માટે અત્યાર સુધીમાં અસિથા ફર્નાન્ડોએ 4 વિકેટ લીધી. જ્યારે કેશરા નુવાંથાને 2 તો પ્રબથ જયસૂર્યા-લાહિરુ કુમારાને 1-1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    HTAT સંઘે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:શિક્ષણ વિભાગ સામે પડતર માંગણીઓ અને વહીવટી પ્રશ્નોની રજૂઆત
    Next Article
    મરાઠી શીખવા મામલે મુંબઈમાં ઓટો ડ્રાઈવરોની હડતાળ:કહ્યું- એક ચોપડી પણ ભણ્યા નથી, એટલે તો રીક્ષા ચલાવીએ છીએ, 55 વર્ષની ઉંમરે આ મુશ્કેલ; સરકારે 3 મહિનાનો સમય આપ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment