Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મેટ્રો સીધી બુલેટ ટ્રેન સાથે જોડાશે:અંત્રોલી HSR સ્ટેશન સુધીના 4.4 કિમી લાંબા નવા રૂટ માટે 1400 કરોડનો એક્શન પ્લાન, ત્રણ નવા સ્ટેશન બનશે

    5 days ago

    સુરત શહેરમાં પરિવહન વ્યવસ્થાને વધુ સરળ, ઝડપી અને અત્યાધુનિક બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડાયમંડ સિટીના ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આગામી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન (HSR) પ્રોજેક્ટ સાથે સીધું કનેક્ટ કરવા માટે મેટ્રો નેટવર્કનો વ્યાપ વધારવાની વ્યુહાત્મક યોજના તૈયાર કરવામાં આવી છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સુરત મેટ્રો હવે સીધી બુલેટ ટ્રેન સ્ટેશન સુધી દોડશે, જેનાથી મુસાફરો આંતરરાષ્ટ્રીય કક્ષાની અદભુત કનેક્ટિવિટીનો લાભ મેળવી શકશે. સારોલીથી અંત્રોલી સુધી લંબાવાશે રૂટ, ત્રણ નવા સ્ટેશનો બનશે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા તૈયાર કરાયેલા અને રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા પ્રસ્તાવ મુજબ, સુરત મેટ્રોના રૂટમાં મોટો વિસ્તાર કરવામાં આવશે. ભેસાણથી શરૂ થતી 18.74 કિમી લાંબી રેડ લાઈનના હાલના ટર્મિનલ સ્ટેશન સારોલીથી અંત્રોલી HSR (બુલેટ ટ્રેન) સ્ટેશન સુધી 4.4 કિલોમીટર લાંબો નવો રૂટ બનાવવાની સત્તાવાર વિચારણા હાથ ધરાઈ છે. આ નવા એક્સટેન્શન રૂટ પર ચેડછા, વેડછા અને અંત્રોલી ખાતે ત્રણ નવા અત્યાધુનિક સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. આ કનેક્ટિવિટીને કારણે સ્થાનિક વિસ્તારોનો વિકાસ વેગીલો બનશે અને મુસાફરો કોઈપણ અડચણ વિના બુલેટ ટ્રેન કોરિડોર સુધી પહોંચી શકશે. DPR દિલ્હી મોકલાયો, બજેટમાં 80 કરોડની જોગવાઈ આ વ્યૂહાત્મક વિસ્તરણ પ્રોજેક્ટ પાછળ અંદાજિત રૂપિયા 1,400 કરોડથી વધુનો ખર્ચ થવાની સંભાવના છે. આ માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયને મોકલી દેવામાં આવ્યો છે અને હાલ કેન્દ્રીય કેબિનેટની અંતિમ મંજૂરી ની રાહ જોવાઈ રહી છે. આ પ્રોજેક્ટને ગતિ આપવા માટે ગુજરાત સરકારે આગોતરી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે નાણાકીય વર્ષ 2027-28ના બજેટમાં રૂપિયા 40 કરોડની મૂડી સહાય અને રૂપિયા 40 કરોડની લોન મળીને કુલ 80 કરોડની ફાળવણી પણ મંજૂર કરી દેવામાં આવી છે. કેવું છે સુરત મેટ્રો ફેઝ-1 નું વર્તમાન નેટવર્ક? બીજી તરફ, સુરત મેટ્રોના અંડર-કન્સ્ટ્રક્શન ફેઝ-1 નેટવર્કની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ફેઝ-1 ની કુલ લંબાઈ 40.35 કિલોમીટર કુલ કોરિડોર 2 (કોરિડોર-1: રેડ લાઈન અને કોરિડોર-2: ગ્રીન લાઈન સરથાણાથી ડ્રીમ સિટી), કુલ સ્ટેશનો 38 સ્ટેશનો છે. ઇન્ટરચેન્જ સુવિધા મજુરા ગેટ ખાતે બંને લાઇન એકબીજાને મળશે, જ્યાંથી મુસાફરો રૂટ બદલી શકશે. સુરત મેટ્રો માટે પશ્ચિમ બંગાળની પ્રખ્યાત 'ટીટાગઢ રેલ સિસ્ટમ'માંથી 24 અત્યાધુનિક મેટ્રો કોચનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જે ટૂંક સમયમાં સુરતના પાટા પર દોડતા જોવા મળશે. ટૂંક સમયમાં જનતા માટે ખુલશે મેટ્રો સુરતવાસીઓનું મેટ્રોમાં સફર કરવાનું સપનું હવે ખૂબ જ નજીક છે કારણ કે મેટ્રો દોડાવવાની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. કોરિડોર-1 અને કોરિડોર - 2ના મુખ્ય ભાગ પર ટ્રાયલ રન પણ સફળતાપૂર્વક શરૂ કરી દેવામાં આવ્યા છે. આ રૂટ શરૂ થતાંની સાથે જ શહેરના મુખ્ય રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારોને પરિવહનની શાનદાર અને ટ્રાફિક-મુક્ત સુવિધા મળશે.
    Click here to Read More
    Previous Article
    ડૉક્ટર પુત્રની શાંતિ માટે પિતા બન્યો હત્યારો:હેરાન કરતી પુત્રવધૂ અને તેની માતાને ઘરે જઈ રહેંસી નાખી; પછી એ જ છરીથી પોતાના હાથ-પગ-ગળું કાપ્યા; હાલત ગંભીર
    Next Article
    વિદ્યાર્થીઓએ જૂની-બુકના ખાલી પાનાં અલગ કરી 400 નવી નોટબુક બનાવી:જરૂરિયાતમંદ બાળકોને આપી; પુરાને પન્ને,નયા રંગ અભિયાન હેઠળ અનોખી પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment