Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડો.હર્ષ પંડ્યા આપઘાત કેસ, HOD ડો.સુમૈયા મુલ્લાને કાયમી બરતરફની માગ:VHP-બજરંગ દળે ડીન ઓફિસ બહાર નંબર લખી હેલ્પલાઇન શરૂ કરી

    8 hours ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડો.હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ગંભીર મામલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ડીન ઓફિસ બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સંગઠને આ સમગ્ર કેસમાં તટસ્થ ન્યાયિક તપાસની માગ ઉઠાવી છે અને આત્મહત્યા માટે મજબૂર કરનારા જવાબદારો સામે કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવા માટે કલેક્ટર, પોલીસ કમિશનર તથા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. HOD ડો. સુમૈયા મુલ્લાને બરતરફ કરવાની માગ VHP અને બજરંગ દળના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે વિભાગના HOD ડો. સુમૈયા મુલ્લા દ્વારા ડો. હર્ષ પંડ્યાને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ અપાતી હતી તેમજ અન્ય વિદ્યાર્થીઓ ને ધર્માંતરણ માટે દબાણ કરાતું હોવાના પણ ગંભીર આક્ષેપ છે. સંગઠને સ્પષ્ટ માગણી કરી છે કે આ કેસમાં માત્ર સસ્પેન્શન જેવી ઔપચારિકતા ચલાવી લેવાશે નહીં; HODને નોકરીમાંથી તાત્કાલિક કાયમી બરતરફ કરવામાં આવે અને તેની સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ફોજદારી ગુનો નોંધવામાં આવે. ડીન ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી સંપર્ક નંબર લખ્યા કાર્યકરોએ ડીન ઓફિસ ખાતે પહોંચીને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ હોસ્પિટલ પરિસરમાં ભયના ઓથાર હેઠળ ચૂપ બેઠેલા અન્ય મેડિકલ વિદ્યાર્થીઓની મદદ માટે કાર્યકરોએ ડીન ઓફિસની બહાર પોતાના મોબાઈલ નંબર લખ્યા હતા. સંગઠને જાહેરાત કરી છે કે જો કોઈ પણ વિદ્યાર્થીને આવી માનસિક હેરાનગતિ કે અન્યાયનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ તાત્કાલિક આ નંબર પર સંપર્ક કરી શકે છે. વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે આ લડત અંત સુધી ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બંદર રોડ પર જાહેર જગ્યામાં જુગાર રમતા હતા:મીરા ટ્રાન્સપોર્ટ પીરની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા, 1 ફરાર
    Next Article
    Congress Leader Blocks Kerala Chief Minister's Convoy, Argues With Him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment