Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંદર રોડ પર જાહેર જગ્યામાં જુગાર રમતા હતા:મીરા ટ્રાન્સપોર્ટ પીરની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા, 1 ફરાર

    8 hours ago

    પોલીસે રોકડ, મોબાઈલ સહિત રૂ.20 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો ઘોઘા રોડ પોલીસે બંદર રોડ પર પાસે આવેલ મીરા ટ્રાન્સપોર્ટ ની પાછળ પીર ની દરગાહ પાસે જાહેરમાં જુગાર રમતા 4 શખ્સો પૈકી 3 લોકોને ઝડપી લીધા હતા જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. જુગારમાં ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ રૂ.10,500 તથા મોબાઈલ સહિત રૂ.20 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી રાહે માહિતી મળી હતી કે, બંદર રોડ મીરા ટ્રાન્સપોર્ટ પાછળ, ખાડો વિસ્તાર, પીરની દરગાહ પાછળ જાહેર જગ્યામાં કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જુગાર રમતા 3 ઇસમોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી ગંજીપાના અને રોકડા રૂ.10,500 મોબાઈલ કિં.રૂ.10,000 મળી કુલ રૂ.20,500 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા શખ્સોઓમાં ભરત નાનુભાઈ ચૌહાણ ઉ.મ.50 રહે.મીરા ટ્રાન્સપોર્ટ પાછળ, રાજેશ કેસુભાઈ પરમાર ઉ.મ.48 રહે.નારેશ્વર સોસાયટી તથા દેવા નાથુભાઈ ડાભી ઉ.મ.50 રહે.મીરા ટ્રાન્સપોર્ટ પાછળ વાળા ને ઝડપી લીધા હતા, જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો જેનું નામ સુરેશ ઓઘાભાઈ નાસી છૂટ્યા હતા જેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા,જયારે જુગારના પટમાં પડેલ રોકડા, મોબાઈલ તથા જુગારના સાહિત્ય મળી કુલ રૂ.20,500 ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી 4 શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..
    Click here to Read More
    Previous Article
    ટ્રેનના AC કોચમાં દારૂની બોટલો ભરેલી બેગનો ઢગલો, VIDEO:બાંદ્રાથી ભુજ જતી ટ્રેનમાં 5 બુટલેગર ખેપ મારતા'તા, મુસાફરોએ 3ને પકડ્યા 2 ફરાર; 5 FIR
    Next Article
    ડો.હર્ષ પંડ્યા આપઘાત કેસ, HOD ડો.સુમૈયા મુલ્લાને કાયમી બરતરફની માગ:VHP-બજરંગ દળે ડીન ઓફિસ બહાર નંબર લખી હેલ્પલાઇન શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment