Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'HOD અમને મૌલાનાનો વીડિયો સંભળાવતા, કલમા પઢવાનું કહેતા':સુરત રેગિંગકાંડના સસ્પેન્ડેડ સુમૈયા મૌલા પર બે પૂર્વ મેડીકલ સ્ટુડન્ટનો મોટો આક્ષેપ, 7 વર્ષ પહેલાં ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું હતું

    1 day ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજના ચકચારી રેગિંગકાડમાં 20 ઓગસ્ટે આરોગ્ય વિભાગે માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લાને 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે, ત્યારે સુમૈયા મુલ્લા દ્વારા સાત વર્ષ પહેલાં યુવતીઓનું ધર્મ પરિવર્તન કરવા બ્રેઇનવોશ કરાતું હોવાનો પૂર્વ વિદ્યાર્થિઓનીએ આક્ષેપ કર્યા છે. 'તું અને તારા પેરેન્ટ્સે આ ધર્મનો સ્વીકારવો જોઇએ' પૂર્વ વિદ્યાર્થિનીએ પોતાનું નામ રિવિલ ન કરવાની શરતે જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલાં અમે ત્રણ જણા ગયા હતા. મને કન્ટિનિયુસ કહેવામાં આવતું હતું કે, તમારા ધર્મમાં છોકરા બાપને સળગાવી દે છે. અમારા ધર્મમાં આવું નથી. પછી કહ્યું હું ખરેખર એવું ઇચ્છું કે તું અને તારા પેરેન્ટ્સે આ ધર્મનો સ્વીકારવો જોઇએ. કારણ કે ઇસ્લામ ધર્મ જ રહેવાનો છે અને હિન્દુ ધર્મ તો રહેવાનો જ નથી. 'યુટ્યુબ પર મૌલાનાના વીડિયો સંભળાવતા હતા' તેઓ ઘણીવાર હિન્દુ માટે કાફિર શબ્દ પણ યુઝ કરતા અને કહેતા હું તો કાફિરના ઘરનું ખાઉં જ નહીં. જ્યારે તેઓ મને સમજાવતા હતા ત્યારે બીજા એક બહેન પણ હજાર હતા. તેઓ કહેતા તમારે આ ધર્મ સ્વીકારવો જોઇએ. ઘણીવાર યુટ્યુબ પર મૌલાનાના વીડિયો સંભળાવતા હતા અને કહેતા આ ધર્મ કેટલો સારો છે. આપણું બ્રેઇનવોશ કરતા કે આ ધર્મ અંગીકાર કરી દો. આ ધર્મમાં જેટલી સારી વસ્તુ છે એ તમારા ધર્મમાં નથી. 'એક ડોક્ટરને તો નમાજ પણ પઢાવી હતી' બીજા એક ડોક્ટરને કલમા પઢવાનું કહ્યું હતું અને એને તો નમાજ પણ પઢાવી હતી. મને રિપીટેડ ધર્મ માટે બહુ કહેતા હતા. એક દિવસ બહુ વધારે કહ્યું હતું કે, આ ધર્મ અંગીકાર કરી દે. અમે સુરતથી બીજા કામથી બહાર જતા હતા ત્યારે મને કહ્યું હતું. હોસ્પિટલની અંદર રૂમમાં બેસીને યુટ્યુબ પર મૌલાના વીડિયો સાંભળતા અને એક-બે વાર તો અમને સંભળાવ્યા કે જો આ શું કહે છે. 'મને બેવાર એક્ઝામમાં ફેલ કરી અને થર્ડમાં હું પાસ થઈ હતી' અન્ય એક પૂર્વ વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, મેં MDમાં એડમિશન લીધું હતું અને ત્રણ વર્ષના અંતે એકઝામ આપવાની હતી, પરંતુ મને ડિટેઇન કરી હતી કે તારી અટેન્ડન્સ પૂરી નથી. તું એક્ઝામ નહીં આપી શકે. મારે સારવાર કરાવવાની હતી અને એમની પરમિશન બાદ ગઈ હતી. ફર્સ્ટ યર પત્યું પછી મારી લીવ હતી. ઓવરઓલ અટેન્ડન્સ થઈ જતી હતી પણ એમણે નોન-એલિજિબલ ગણી હતી. ત્યાર પછી બે વાર ફેલ કરી અને થર્ડ એક્ઝામમાં હું પાસ થઈ હતી. ત્રણ વર્ષ સતત હેરાન કરી અને છેલ્લે સુધી મજુરની જેમ કામ કરાવ્યું એમણે ઇન્ટેન્શનલી મારી એક્ઝામમાં બહુ ભવાડા કર્યા હતા અને ન કરવાની વસ્તુ કરી હતી. એક્ઝામિનારને ફોન કરીને કહ્યું હતું કે, આ છોકરી સારી નથી. એણે કામ કર્યું નથી. કેમ કે એમણે મને ફેલ કરવી હતી. MDની એક્ઝામમાં જનરલી HODની મહેરબાનીથી પાસ થાવ અથવા HODની કરામતથી ફેલ થાવ. બીજું ત્રણ વર્ષ સતત હેરાન કરી છે અને છેલ્લે સુધી મજુરની જેમ કામ કરાવ્યું હતું. ત્રણ વર્ષનું MD મારું ચાર વર્ષે પૂર્ણ થયું હતું. 'મેં એમની જોડે એકવાર નમાજ પણ પઢી હતી' એમણે મને નમાજ પણ પઢાવી છે. HOD રૂમના વોશબેસિનમાં અમને શીખવાડ્યું કે, દેખો એસૈ હાથ ધોતે હૈ, એસૈ પેસ ધોતે હૈ. તુમ્હારે હિન્દુ મેં તો એસૈ હી મંદિર મેં ચલે જાતે હૈ. હમારે મેં તો એકદમ શુદ્ધ હોકે જાતે હૈ. આવું બધુ એમણે ડિટેઈલમાં શીખવાડ્યું હતું. લેપ્ટોસ્પાયરોસિસ લેબોરેટરી છે ત્યાં HODનો રૂમ છે, જ્યાં જનરલી કોઇની એન્ટ્રી નથી હોતી. લેપ્ટોસ્પાયરોસિસ માટેનો સ્પેશિયલ PCR રૂમ છે એટલે ત્યાં નમાજ પઢતા હતા. રેગ્યુલરલી મને પણ ત્યાં લઈ જતા અને મશીનની બાજુમાં જે સ્પેસ છે ત્યાં મને કહ્યું કે ચલ મેરે સાથ તું ભી શીખ લે. તો પછી મેં એમની જોડે નમાજ પણ પઢી હતી. મને મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરવા ઇન્ડાયરેક્લી કહેતા મેં એક જ વાર નમાજ પઢી હતી અને બહાર આવ્યા પછી કહ્યું કે કૈસા મહેસૂસ હો રહા હૈ? મે કહ્યું હતું કે, 'ઠીક હૈ મેડમ, અચ્છા હો રહા હૈ.' મને ઇન્ડાયરેક્લી એમણે બેથી ત્રણ વખત કહ્યું હતું કે, કોઈ મુસ્લિમ છોકરા જોડે લગ્ન કરી લે તો તારે સારૂં રહેશે. તને હિન્દુમાં પાત્ર ન ગમતું હોય તો મુસ્લિમ છોકરા જોડે કરી લે. 'મેં દિખાતી હું તુઝે લડકે' આવું કહ્યું હતું. એમણે મને ઘણીવાર કહ્યું તમારા હિન્દુ પુસ્તકોમાં શું લખ્યું છે. કંઈ લખ્યું નથી. મહાભારત, શિવપુરાણ, ભાગવત ગીતા જોઇ લો. મેં બધી પુસ્તકો વાંચી છે. એમાં કંઈ લખ્યું નથી. જીવનમાં શું કરવું જોઇએ. શું ઉદ્દેશ્ય હોવા જોઇએ. કંઈ પણ લખ્યું નથી. HOD સુમૈયા મિલ્લા સસ્પેન્ડ, ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટને શો-કોઝ નોટિસ નવી સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં પીજી રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં રાજ્ય આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સિનિયરો દ્વારા અપાતા માનસિક ત્રાસ અને રેગિંગ લઈને આજે (20 ઓગસ્ટ) માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લાને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર જયેશ બ્રહ્મભટ્ટને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. ફરિયાદ છતાં ફેકલ્ટીએ ધ્યાન ન આપતાં હર્ષે અંતિમ પગલું ભર્યું પીજી સેકન્ડ યરના સિનિયર ડોક્ટરોના સતત રેગિંગ અને ત્રાસથી કંટાળીને ડોક્ટર હર્ષે ગત 9 ઓગસ્ટે જીવન ટૂંકાવ્યું હતું. આપઘાતના બે દિવસ પહેલાં એટલે કે 7 ઓગસ્ટે હર્ષ સહિતના રેસિડેન્ટ ડોક્ટરો HOD ડો. સુમૈયા મુલ્લાને રજૂઆત કરવા ગયા હતા, પરંતુ તેઓ મળ્યા નહોતા. જેથી રેસિડેન્ટ્સ ફેકલ્ટી ડો. સંગીતા રાજદેવ સમક્ષ રજૂઆત કરી હતી. જોકે, આટલા સંવેદનશીલ મુદ્દે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં હતાશ થઈને હર્ષે આપઘાત કરી લીધો હતો. 4 સિનિયર ડોક્ટરો સામે એટ્રોસિટી અને દુષ્પ્રેરણા સહિત બે ગુના રેગિંગ મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચાર સિનિયર ડોક્ટરો- ડો. દીક્ષિતા ઘેવરીયા, ડો. અનુજ મહેશ્વરી, ડો. નિરાલી વસાવે અને ડો. હિના ભૂત સામે કાર્યવાહી ચાલી રહી છે. આરોપીઓ વિરુદ્ધ રેગિંગ ઉપરાંત આપઘાત માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરાયો છે. મેડિકલ કોલેજ તંત્ર દ્વારા ચારેય સિનિયર ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. કોલેજ પ્રશાસને HOD ઉપરાંત ત્રણ ફેકલ્ટી સભ્યોને પણ અગાઉ શો-કોઝ નોટિસ પાઠવી હતી. આરોપીઓ ફરાર, ડીન સામે પણ કાર્યવાહીની પરિવારની માગ ઘટના બાદ ચારેય આરોપી ડોક્ટરો ભૂગર્ભમાં ઉતરી જતાં ખટોદરા પોલીસે તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, મૃતક ડોક્ટરના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે માત્ર સિનિયર ડોક્ટરો જ નહીં, પરંતુ સમગ્ર પ્રકરણમાં લાપરવાહી દાખવનારા HOD અને ડીન સામે પણ કડકમાં કડક પગલાં ભરાવા જોઈએ. આ પણ વાંચો... મેડિકલ કોલેજમાં અચાનક પ્રગટ થયા ડીન, કહ્યું-'જીવતેજીવ ડો.હર્ષ પંડ્યાની કોઈ ફરિયાદ મળી ન હતી ‘મારા પુત્ર ડો.હર્ષે આપઘાત નથી કર્યો, હત્યા થયાની શંકા, દીકરાના શરીર પર આપઘાતના કોઈ લક્ષણ નથી’
    Click here to Read More
    Previous Article
    टीचर ने थप्पड़ मारा, डांट लगाई, क्लास में ही गिर पड़ा.. 6 साल के बच्चे की स्कूल में मौत
    Next Article
    સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદમાં 13 દિવસથી આંદોલન:મહિલા આગેવાનની તબિયત લથડી, 12 ગામોના ખેડૂતોનો જંગલ જમીન મુદ્દે વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment