Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HNGU પાટણમાં ‘ક્લાઈમેટ કેટલિસ્ટ સમિટ 3.0’ નું સફળ આયોજન:17 કોલેજોના 100થી વધુ વિદ્યાર્થીઓએ આપ્યા પ્રેઝન્ટેશન્સ

    3 days ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) પાટણના કન્વેન્શન હોલ ખાતે તાજેતરમાં ‘ક્લાઈમેટ કેટલિસ્ટ સમિટ 3.0’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (ગાંધીનગર), પર્યાવરણ મિત્ર સંસ્થા (અમદાવાદ) અને HNGU યુનિવર્સિટીના સમાજકાર્ય (MSW) વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને યુનિવર્સિટી ગીતથી થઈ હતી. HNGU ના MSW વિભાગના ડો. રોશનભાઈ અગ્રવાલે ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. આ સમિટમાં HNGU યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરિયા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (પાલનપુર) ના પ્રાદેશિક અધિકારી ભરતભાઈ પ્રજાપતિ, પર્યાવરણ મિત્ર સંસ્થાના કો-ઓર્ડીનેટર ડૉ. ફાલ્ગુનીબેન જોશી તેમજ HNGU ના MSW વિભાગના કો-ઓર્ડીનેટર ડૉ. ગાર્ગીબેન રાવલ જેવા મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આસપાસની 17 જેટલી વિવિધ કોલેજોના 100થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પર્યાવરણ અને આબોહવા પરિવર્તનના ગંભીર પ્રશ્નો પર ચાર અલગ-અલગ થીમ્સ અંતર્ગત પોતાના સંશોધનાત્મક પ્રેઝન્ટેશન્સ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રેઝન્ટેશન્સનું યોગ્ય અને નિષ્પક્ષ મૂલ્યાંકન કરવા માટે વિશેષજ્ઞોની એક જ્યુડિશરી ટીમ ઉપસ્થિત રહી હતી. આ ટીમમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્યરત નિષ્ણાત ડૉ. અલકાબેન પાલરેચા, ગુજરાત વિદ્યાપીઠના MSW વિભાગના પ્રોફેસર ડૉ. વિપીનભાઈ મકવાણા અને લંડન યુનિવર્સિટીમાંથી ક્લાઇમેટ ચેન્જમાં ઉચ્ચ અભ્યાસ કરેલ વિશેષજ્ઞ જેન્સી રાજનો સમાવેશ થતો હતો. સમિટમાં ચાર મુખ્ય થીમ પર સ્પર્ધાત્મક પ્રેઝન્ટેશન્સ રજૂ થયા હતા. 'પાણી સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન' થીમ હેઠળ HNGU પાટણના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ સાયન્સ, શ્રી સાર્વજનિક BSW/MSW કોલેજ મહેસાણા, આદર્શ સાયન્સ કોલેજ પાટણ, બી.એમ. શાહ મહાવિદ્યાલય ઝીલીયા અને એસ.કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ પાટણની ટીમોએ ભાગ લીધો હતો. 'જમીન ધોવાણ અને જમીનની ફળદ્રુપતા' થીમ પર શેઠ એમ.એન. લો કોલેજ પાટણ, HNGU યુનિવર્સિટી પાટણ અને આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પાટણની ટીમોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. 'ઘન કચરાનું વ્યવસ્થાપન અને સ્વચ્છતા' થીમમાં સાર્વજનિક BSW/MSW કોલેજ મહેસાણા, પ્રદીપ કોલેજ ઓફ લો પાટણ, HNGU પાટણના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી અને ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સ એન્ડ ઝુલોજીની ટીમોએ ભાગ લીધો હતો. ચોથી થીમ 'મોસમ પરિવર્તન અને સ્થાનિક ઉકેલ' પર HNGU યુનિવર્સિટી પાટણ, સાર્વજનિક BSW/MSW કોલેજ મહેસાણા, NGES MSW કોલેજ, શ્રિમતી ટી.એસ.આર. કોમર્સ કોલેજ પાટણ, HNGU પાટણના ડિપાર્ટમેન્ટ ઓફ લાઈબ્રેરી સાયન્સ એન્ડ બોટની અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની ટીમોએ પ્રેઝન્ટેશન્સ આપ્યા હતા. કાર્યક્રમના અંતે વિજેતા ટીમોને સન્માનિત કરવામાં આવી હતી અને આભારવિધિ સાથે સમિટનું સફળ સમાપન થયું હતું.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ:કલેક્ટરની નાગરિકોને સતર્ક રહેવા અને 1077 પર સંપર્કની અપીલ
    Next Article
    રાજપીપળામાં 30 ખાણીપીણી સ્ટોલની તપાસ કરાઈ:27 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી અને 26 લિટર પાણીનો નાશ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment