Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ:કલેક્ટરની નાગરિકોને સતર્ક રહેવા અને 1077 પર સંપર્કની અપીલ

    3 days ago

    હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને પગલે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સંભવિત આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા તમામ વિભાગોને સજ્જ કરાયા છે અને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે. કલેક્ટર વાઘેલાએ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લાના તમામ અધિકારીઓ અને સંબંધિત વિભાગો સાથે બેઠક યોજી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. પીવાના પાણીની ઉપલબ્ધતા, આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો પૂરતો જથ્થો, સફાઈ વ્યવસ્થા, બચાવ કામગીરી માટેના સાધનો અને અન્ય આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને સૂચનાઓ અપાઈ છે. આપાતકાલીન સ્થિતિમાં નાગરિકો ડિઝાસ્ટર ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરી શકે તે માટે કલેક્ટરે અપીલ કરી છે. આ ઉપરાંત, જિલ્લાના તમામ અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા અને સતત એલર્ટ રહી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. કલેક્ટરે નાગરિકોને આગામી બે દિવસ સુધી અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો છે. ભારે વરસાદ દરમિયાન નદી-નાળામાં પાણીનું વહેણ વધુ હોય ત્યારે કોઈપણ પ્રકારનું જોખમી સાહસ ન કરવા અને પાણી ભરાયેલા માર્ગો પરથી પસાર થવાનું ટાળવા પણ જણાવાયું છે. સલામતીના હેતુથી બાંધેલા પાલતુ પશુઓ અને ઢોર-ઢાંખરને જરૂર પડ્યે ખુલ્લા મૂકવા પણ અપીલ કરાઈ છે. વરસાદની પરિસ્થિતિ અંગે કલેક્ટરે વીડિયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પ્રવાસીઓને દરિયા કિનારે આવેલા બીચ પર ન જવા, જરૂરિયાત મુજબ લોકોના સ્થળાંતર માટે સુરક્ષિત સ્થળોની વ્યવસ્થા રાખવા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આપદા મિત્રોની યાદી તૈયાર રાખવા તેમજ વરસાદ અંગેની ચેતવણીઓ અને સાવચેતીના સંદેશાઓ ઝડપથી લોકો સુધી પહોંચાડવા સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં તરત જ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Coffee and 20-minute nap a productivity hack? Sleep, gut experts explain
    Next Article
    HNGU પાટણમાં ‘ક્લાઈમેટ કેટલિસ્ટ સમિટ 3.0’ નું સફળ આયોજન:17 કોલેજોના 100થી વધુ વિદ્યાર્થીઓએ આપ્યા પ્રેઝન્ટેશન્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment