Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HMATમાં અનુભવની મર્યાદા 7 વર્ષથી ઘટાડી 5 વર્ષ કરવા માગ:2021ની ભરતીના શિક્ષકોને HMATમાં બેસવાની તક આપવા શિક્ષકોની લેખિત રજૂઆત

    1 day ago

    HMAT (Headmaster Aptitude Test) પરીક્ષા માટે જરૂરી અનુભવની મર્યાદા 7 વર્ષથી ઘટાડીને 5 વર્ષ કરવાની માંગ સાથે 2021ની ભરતીના શિક્ષકોએ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને લેખિત રજૂઆત કરી છે. શિક્ષકોના જણાવ્યા મુજબ, 2021ની ભરતીમાં ગુણવત્તા અને મેરીટના આધારે પસંદ થયેલા આશરે 5,540 શિક્ષકો હાલ 5 વર્ષની સેવા પૂર્ણ કરી રહ્યા છે. અનુભવની મર્યાદા ઘટાડવામાં આવે તો આ શિક્ષકોને HMAT પરીક્ષામાં બેસવાની તક મળી શકે છે. રજૂઆતમાં મનોજ શાહ, શિક્ષક, ગ્રાન્ટેડ માધ્યમિક શાળા સહિત 2021ની ભરતીના શિક્ષક મિત્રોએ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો, 1974માં જરૂરી સુધારો કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, HMAT પરીક્ષા માટે અગાઉ અનુભવની મર્યાદા 10 વર્ષ હતી, જેને ઘટાડીને 7 વર્ષ કરવામાં આવી હતી. હવે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ ઘટાડીને 5 વર્ષ કરવી જરૂરી છે. TPEO અને આચાર્ય માટે 5 વર્ષ, HMAT માટે 7 વર્ષ કેમ? શિક્ષકોની રજૂઆત મુજબ, સરકારી શાળાના આચાર્ય (GES Class-2) માટેની પરીક્ષામાં 5 વર્ષનો અનુભવ માન્ય છે. તેવી જ રીતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO Class-2) માટે પણ 5 વર્ષનો અનુભવ જરૂરી છે. જ્યારે HMAT પરીક્ષા માટે આચાર્ય પદના ઉમેદવારો પાસેથી 7 વર્ષનો અનુભવ માંગવામાં આવે છે. આ જોગવાઈને અસમાન ગણાવી શિક્ષકો દ્વારા નિયમોમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. 5,540 શિક્ષકોને સીધો લાભ મળશે મનોજ શાહ સહિતના શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું છે કે વર્ષ 2021ની ભરતીમાં આશરે 5,540 શિક્ષકો મેરીટના આધારે પસંદ થઈને ફરજ પર જોડાયા હતા. જો HMAT માટે અનુભવની મર્યાદા 5 વર્ષ કરવામાં આવે તો આ તમામ શિક્ષકોને પરીક્ષામાં બેસવાની તક મળી શકે છે. જેના કારણે લાયક અને અનુભવી શિક્ષકોને આચાર્ય બનવા માટેની સ્પર્ધામાં આગળ વધવાની તક મળશે. ગ્રેડ-પેની અસમાનતા દૂર કરવા પણ માંગ શિક્ષકોએ HMAT અને આચાર્ય પદ સાથે જોડાયેલી ગ્રેડ-પેની અસમાનતા દૂર કરવા પણ રજૂઆત કરી છે. શિક્ષકોનું કહેવું છે કે સમાન તક, પારદર્શિતા અને શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ મુદ્દે હકારાત્મક નિર્ણય લેવો જોઈએ. કટ-ઓફ તારીખ નક્કી કરવાની માંગ 2021ની ભરતીના તમામ 5,540 શિક્ષકો HMAT માટે પાત્ર બની શકે તે માટે અનુભવની ગણતરી માટે યોગ્ય કટ-ઓફ તારીખ નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી છે. શિક્ષકોએ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને આ રજૂઆત પર સંવેદનશીલતાપૂર્વક વિચાર કરી નિયમોમાં જરૂરી સુધારો કરવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કાકણપુર કોલેજમાં નશામુક્તિ કાર્યક્રમ યોજાયો:'વિકસિત ભારત' માટે યુવાનોએ નશામુક્તિના શપથ લીધા
    Next Article
    સ્પ્રેડ હેપ્પીનેસ સંસ્થાએ મિત્રતા દિવસની અનોખી ઉજવણી કરી:વૃદ્ધાશ્રમમાં દાદા-દાદી સાથે સમય વિતાવી ₹1.25 લાખનું કરિયાણું આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment