Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશ ડિપોઝિટ મશીનમાંથી નકલી નોટો મળી:વાઘોડિયાની HDFC બેંકના CDMમાંથી રૂ.500ના દરની 20 નકલી નોટો મળી, ક્રાઈમ બ્રાન્ચે CCTVના આધારે શોધખોળ શરૂ કરી

    9 hours ago

    વડોદરા શહેરની HDFC બેંકની વાઘોડિયા રોડ શાખામાં આવેલા કેશ ડિપોઝિટ મશીનમાં રૂ.10 હજારની ભારતીય ચલણની 500ના દરની 20 નકલી નોટો જમા થઈ છે. આ મામલે બેંક કર્મચારીએ અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. CDM મશીન ચેક કરતાં રૂ.500ની 20 નકલી નોટો મળી વડોદરા શહેરના સમા-સાવલી રોડ વિસ્તારના રહેવાસી ભાર્ગવ મુકેશભાઈ પાઠક (ઉ.વ.38), જે બેંકમાં ટેલર ઓથોરાઈઝર તરીકે ફરજ બજાવે છે, તેઓએ જણાવ્યું હતું કે તા. 29 એપ્રિલના રોજ સવારે CDM મશીન ચેક કરતાં રૂ. 500ની 20 નકલી નોટો મળી આવી હતી. મશીન દ્વારા આ નોટોને ડુપ્લિકેટ તરીકે ઓળખીને અલગ બોક્સમાં મૂકવામાં આવી હતી. રાત્રિના 3:48 વાગ્યે નોટો જમા કરવાનો પ્રયાસ બેંકની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ નોટો રાત્રિના 3:48 વાગ્યે એક એકાઉન્ટમાં જમા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે, આ એકાઉન્ટ વલસાડ જિલ્લાના ડુંગરી ગામના મારૂ સાગર રમેશભાઈના નામે છે. જોકે, એકાઉન્ટ ધારકે આ નાણાં જમા કર્યા હોવાનો ઇન્કાર કર્યો હતો અને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા જમા કરાવાયા હોવાનું જણાવ્યું હતું. અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ CDM મશીનમાં રૂ. 10,000ની જમા કરાયેલી તમામ નોટો નકલી હોવાનું બહાર આવતા રકમ ખાતામાં જમા કરવામાં આવી નથી. આ નકલી નોટો બેંક દ્વારા સેફ કસ્ટડીમાં રાખવામાં આવી છે. આ બનાવને ગંભીરતાથી લઈ બેંક મેનેજરની સૂચના મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CDM મશીનના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે નોટ જમા કરાવનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુવેન્દુ અધિકારી કોલકાતાના સ્ટ્રોંગ રૂમમાં પહોંચ્યા:મમતા ગઈકાલે અહીં 4 કલાક રોકાયાં હતાં; સુપ્રીમ કોર્ટમાં કાલે TMCની અરજી પર સુનાવણી
    Next Article
    ગાંધીનગરના આઈકોનિક રોડ પર AIની એન્ટ્રી:પંચેશ્વર સર્કલ ખાતે રાજ્યનું પહેલું સ્માર્ટ સિગ્નલ શરૂ, વાહનોનો આંકડો જોઈ જાતે બદલાશે લાઈટ; નિયમ તોડનારાના ઘરે સીધો પહોંચશે મેમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment