Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી નોટ છાપી બેંકમાં ઘુસાડનારા ચાર ઝડપાયા:વિજાપુર HDFC બેંકના કેશ ડિપોઝીટમાંથી 500ના દરની 26 નોટ મળી, ગુગલમાં સર્ચ કરી કલર પ્રિન્ટરની મદદથી બોગસ નોટ છાપી

    9 hours ago

    મહેસાણા જિલ્લાના વિજાપુર સ્થિત વિસનગર રોડ પર આવેલી HDFC બેન્કની શાખાના કેશ ડિપોઝિટ મશીનમાંથી રૂપિયા 500 ના દરની 26 નકલી ચલણી નોટો મળી આવવાના ચર્ચાસસ્પદ કેસમાં વિજાપુર પોલીસ સ્ટેશન ખાતે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે.બેન્કના મેનેજર સંદિપભાઇ ભાનુભાઇ ભટ્ટે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી નોટો છાપનાર અને તેનો બજારમાં સાચી તરીકે ઉપયોગ કરનાર આખી ગેંગ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને ચાર આરોપી ને ઝડપી લીધા છે. ડિપોઝિટ મશીનમાં રૂપિયા જમા કરાવતા જ મામલો પ્રકાશમાં આવ્યો ગત તા 14 ઓગષ્ટ 2026 ના રોજ HDFC બેન્કના કેશ ડિપોઝિટ મશીનમાંથી રૂપિયા 509ના દરની 26 નકલી નોટો મળી આવતા બેન્ક પ્રબંધન દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. આ અંગે પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું કે, પટેલ ધ્રુવકુમાર ભરતભાઈ નામના યુવકે પોતાની પત્ની દર્શનાબેનના ખાતામાં રૂપિયા 50 હજાર (500 ની 100 નોટો) જમા કરાવવા માટે મશીનનો ઉપયોગ કર્યો હતો. જોકે ખાતામાં માત્ર રૂપિયા 37 હજાર જમા થયાનો મેસેજ આવતા ધ્રુવકુમારે બેન્ક કર્મચારીઓનું ધ્યાન દોર્યું હતું.સાંજે મશીન ખોલીને તપાસ કરતા તેમાંથી રૂપિયા 500 ની 26 નોટો નકલી હોવાનું ખુલ્લું પડ્યું હતું. નાણાંની લેવડદેવડમાં ઘડાયું હતું નકલી નોટો ઘુસાડવાનું કૌભાંડ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં નાણાકીય લેવડદેવડની એક મોટી સાંકળ સામે આવી હતી. ધ્રુવકુમારે પોતાના મામાના દીકરા પટેલ ફેનીલ મુકેશભાઇ પાસેથી મેળવેલા રૂપિયા 1 લાખ માંથી રૂપિયા 50 હજાર જમા કરાવવા આપ્યા હતા. ફેનીલને આ નાણાં તેના મિત્ર અવિ રાકેશકુમાર ભાખરીયા (પટેલ) પાસેથી મળ્યા હતા. અવિ વ્યાજવટાવ અને શેરબજારના ધંધા સાથે સંકળાયેલો હતો અને તેના પર ભારે દેવું થઈ ગયું હતું. અવિએ તેના દાદાનું ઘર રૂપિયા 30 લાખમાં ગીરો મૂકી મળેલા રૂપિયા 15 લાખ રોકડામાંથી લોકોને નાણાં ચૂકવવાના હતા. ઓછા પૈસામાં નકલી નોટો મેળવી સાચી નોટોમાં ભેળવી દીધી અવિને પૈસા બચાવવાની લાલચ આપી તેના મિત્ર જય ગોસ્વામીએ નકલી નોટો ભેળવી દેવાની યોજના બનાવી હતી. જય ગોસ્વામી પોતાના મિત્ર આદિલ કુંભાર પાસેથી રૂપિયા 30 હજારની નકલી નોટો માત્ર રૂપિયા 7 હજારમાં લાવ્યો હતો. જય અને તેના સાથી રાધે પટેલે અવિ પાસેથી મળેલા સાચી નોટોના રૂપિયા 50 હજારના બંડલમાં 26 નકલી નોટો ગોઠવી દીધી હતી. આ નકલી નોટોવાળું બંડલ ફેનીલ અને ધ્રુવકુમાર મારફતે બેન્કના કેશ ડિપોઝિટ મશીન સુધી પહોંચી ગયું હતું. બનાવ બાદ પોલીસમાં ફરિયાદ થતા આરોપીઓએ બાકી રહેલી નકલી નોટો રાજસ્થાન ખાતે જઈને સળગાવી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો ગૂગલમાંથી ફર્મો મેળવી કલર પ્રિન્ટરથી છાપી હતી 1.25 લાખની નોટો પોલીસ પૂછપરછમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે વિસનગરના કાજીવાડામાં રહેતા આદિલ શકીલભાઈ અકબરભાઈ કુંભારે વર્ષ 2025 માં પોતાના લેપટોપમાં ગૂગલ પરથી રૂપિયા 500 ની નોટનો ફર્મો ડાઉનલોડ કર્યો હતો. ત્યારબાદ કલર પ્રિન્ટરની મદદથી આશરે રૂપિયા 1.25 લાખની નકલી નોટો છાપી કાઢી હતી અને આ નોટો બજારમાં જુદી જુદી જગ્યાએ વટાવી દીધી હતી. ભારત સરકાર દ્વારા જારી કરાયેલી સાચી ચલણી નોટો જેવી જ નકલી નોટો બનાવી, તેને બજારમાં સાચી તરીકે વટાવવાના આયોજિત કૌભાંડ બદલ વિજાપુર પોલીસે આદિલ કુંભાર, જય ગોસ્વામી, અવિ પટેલ અને રાધે પટેલ સહિતના તમામ ગુનેગારો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી રાધે ગાડી લે વેચ નો વ્યાપાર કરે છે,આરોપી જૈમીને તાજેતરમાં જ એમ.સી એ માં એડમીન લીધું છે.આરોપી અવી ઓટોમોબાઇલ માં ડીગ્રી કરે છે.ત્યારે આદિલ અભ્યાસ કોલેજ કરે છે.આ તમામ આરોપી 25 વર્ષ કરતા ઓછી ઉંમરના હોવાનું સામે આવ્યું છે. SP દિનેશ સિંહ ચૌહાણના જણાવ્યા મુજબ, તપાસમાં વિસનગરના આદિલ શકીલભાઈ કુંભાર, જૈમીન ઉર્ફે મનીષનાથ ગોસ્વામી, રાકેશકુમાર ભાખરિયા અને રાધેકુમાર અરવિંદભાઈ પટેલની સંડોવણી સામે આવી છે. આદિલે લેપટોપથી નકલી નોટોની ડિઝાઇન તૈયાર કરી વિસનગરના કાજીવાડા વિસ્તારમાં પ્રિન્ટિંગ કરાવ્યું હતું અને રૂ.30 હજારની નકલી નોટો રૂ.7 હજારના ભાવે વેચાતી હતી. હાલ ચારેય આરોપીઓને ઝડપી વધુ તપાસ અને રિમાન્ડ મેળવવા ની તજવીજ હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસે કહ્યું- બારકોડ'8901522000665' નંબરની બોટલનો દારુ પીશો નહીં:નકલી ઇંગ્લિશ દારુ બન્યો તે ઘરે પહોંચ્યું ભાસ્કર; ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 મોત, 46 હોસ્પિટલમાં
    Next Article
    અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ સુરેશ પાનસુરીયાની ધરપકડ:3 સગાભાઈ અને પુત્ર રવિ પાનસુરિયા સામે રૂ.3 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment