Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HDFC બેંકનો નફો 4.7% વધીને ₹19,510 કરોડ થયો:બીજા ત્રિમાસિક ગાળામાં નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 9.7% વધી; એસેટ ક્વૉલિટી સુધરી, એડવાન્સ-ડિપોઝિટમાં ડબલ ડિજિટ વૃદ્ધિ

    1 day ago

    દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFCએ આ વર્ષની જુલાઈથી સપ્ટેમ્બર સુધીની ત્રિમાસિક ગાળાનાં પરિણામો આજે 17 ઑક્ટોબરે જાહેર કર્યા છે. બેંકનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 4.7% વધીને ₹19,510 કરોડ પર પહોંચી ગયો છે. બેંકની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) વાર્ષિક ધોરણે 9.7% વધીને ₹34,619 કરોડ થઈ ગઈ છે. બીજી તરફ, બેંકની એસેટ ક્વૉલિટીમાં પણ સુધારો થયો છે. બેંકનાં પરિણામો અંદાજોની ખૂબ નજીક રહ્યાં CNBC TV18ના પોલમાં નેટ પ્રોફિટમાં 5% વધારા સાથે ₹19,567 કરોડ અને NIIમાં 10% વધારા સાથે ₹34,861 કરોડ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેનો અર્થ એ છે કે બેંકનાં પરિણામો અંદાજોની ખૂબ નજીક રહ્યાં. HDFC બેંકનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 3.16% જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં HDFC બેંકનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) કુલ એસેટ્સ પર 3.16% અને ઇન્ટરેસ્ટ-અર્નિંગ એસેટ્સ પર 3.32% રહ્યું. ત્રિમાસિક ગાળા માટે બેંકની જોગવાઈઓ અને કન્ટિજેન્સીજ ₹3,570 કરોડ રહી, જ્યારે કુલ ક્રેડિટ કોસ્ટ રેશિયો 0.44% નોંધાયો. બેંકની એસેટ ક્વોલિટીમાં થયો સુધારો 30 સપ્ટેમ્બર 2026 સુધી બેંકનો ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ (GNPA) રેશિયો સુધરીને 1.11% થઈ ગયો. અગાઉ એટલે કે જૂન 2026ની ત્રિમાસિકમાં તે 1.17% અને એક વર્ષ પહેલાં (સપ્ટેમ્બર 2025માં) 1.24% હતો. એગ્રીકલ્ચર સેગમેન્ટની એનપીએને બાદ કરીએ તો GNPA રેશિયો 0.87% રહ્યો, જે જૂન 2026માં 0.91% અને સપ્ટેમ્બર 2025માં 0.99% હતો. સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતે નેટ NPA રેશિયો 0.37% નોંધાયો. એડવાન્સ અને ડિપોઝિટ્સમાં ડબલ ડિજિટ ગ્રોથ 30 સપ્ટેમ્બર 2026 સુધી બેંકના ગ્રોસ એડવાન્સ વાર્ષિક ધોરણે 16.3% વધીને ₹32,19,500 કરોડ થઈ ગયા, જ્યારે એડવાન્સિસ અંડર મેનેજમેન્ટમાં 15.3%નો વધારો થયો. કુલ ડિપોઝિટ્સ વાર્ષિક ધોરણે 18.8% વધ્યા ત્રિમાસિક દરમિયાન એવરેજ એડવાન્સિસ અન્ડર મેનેજમેન્ટ ₹31,87,200 કરોડ રહ્યા, જે વાર્ષિક ધોરણે 14.1% અને ત્રિમાસિક ધોરણે 4.9% વધુ છે. કુલ ડિપોઝિટ્સ વાર્ષિક ધોરણે 18.8% વધીને સપ્ટેમ્બરના અંતે ₹33,27,400 કરોડ પર પહોંચ્યા. એવરેજ ડિપોઝિટ્સ 16.8% વધીને ₹31,66,400 કરોડ રહ્યા, જેમાં ત્રિમાસિક ધોરણે 5.1%નો વધારો જોવા મળ્યો. કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ (CASA) ડિપોઝિટ્સ વાર્ષિક ધોરણે 10.8% વધ્યા, જે કુલ ડિપોઝિટ્સના 31.6% છે. બીજી તરફ, ટાઇમ ડિપોઝિટ્સમાં 22.8%નો વધારો થયો. કેપિટલ એડિક્વસી અને ઓપરેટિંગ પરફોર્મન્સ 30 સપ્ટેમ્બર 2026 સુધી બેઝલ III હેઠળ HDFC બેંકનો કેપિટલ એડિક્વેસી રેશિયો 18.9% રહ્યો, જે 11.9%ની રેગ્યુલેટરી જરૂરિયાત કરતાં ઘણો વધારે છે. એક વર્ષ પહેલાં તે 20% હતો. તેમાં ટિયર 1 કેપિટલ એડિક્વેસી રેશિયો 17.2% અને કોમન ઇક્વિટી ટિયર 1 (CET1) રેશિયો 17.1% રહ્યો. બેંકની નેટ આવક ₹48,450 કરોડ રહી આ ત્રિમાસિક ગાળામાં બેંકની નેટ આવક ₹48,450 કરોડ રહી, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ₹45,900 કરોડ હતી. અન્ય આવક ₹13,830 કરોડ રહી, જેમાં ₹9,690 કરોડની ફી અને કમિશનનો સમાવેશ થાય છે. ટ્રેઝરી ટ્રેડિંગ ગેઇન્સ ઘટીને ₹780 કરોડ રહ્યા, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ₹2,390 કરોડ હતા. ઓપરેટિંગ ખર્ચ ₹17,980 કરોડથી વધીને ₹18,970 કરોડ થયો, જ્યારે કોસ્ટ-ટુ-ઇન્કમ રેશિયો 39.1% રહ્યો. બેંકે જણાવ્યું કે ટ્રેઝરી ટ્રેડિંગ ગેઇન્સને બાદ કરતાં તેનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે આશરે 12.6% વધ્યો છે. HDFC બેંકના શેરમાં આ વર્ષે 26%નો ઘટાડો થયો પરિણામ જાહેર થાય તે પહેલાં શુક્રવારે HDFC બેંકનો શેર 0.28%ના વધારા સાથે ₹728.85 પર બંધ થયો હતો. વર્ષ 2026માં અત્યાર સુધીમાં આ શેરમાં 26.5%નો ઘટાડો થયો છે. બેંકનું માર્કેટ કેપ લગભગ ₹11.24 લાખ કરોડ છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન શું હોય છે? નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII): બેંક મુખ્યત્વે બે કામ કરે છે—ડિપોઝિટ સ્વીકારવી અને લોન આપવી. લોન આપવા પર બેંકને મળતા વ્યાજમાંથી થાપણદારોને ચૂકવવામાં આવતા વ્યાજને બાદ કર્યા પછી બચેલી રકમને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ કહેવામાં આવે છે. આ બેંકની મુખ્ય આવક હોય છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM): આ બેંકની નાણાકીય સ્થિતિ માપવાનો એક માપદંડ છે. બેંક પોતાની કુલ વ્યાજ કમાતી સંપત્તિઓ (જેમ કે લોન) પર જેટલું વ્યાજ કમાય છે અને થાપણો પર જેટલું વ્યાજ ચૂકવે છે, તે બંને વચ્ચેના તફાવતને ટકાવારીમાં વ્યક્ત કરવામાં આવે ત્યારે તેને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન કહેવામાં આવે છે. નોન-પરફોર્મિંગ એસેટ અથવા NPA શું છે? જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા કોઈ બેંક પાસેથી લોન લઈને તેને પરત કરતી નથી, ત્યારે તેને બેડ લોન અથવા નોન-પરફોર્મિંગ એસેટ અથવા NPA કહેવામાં આવે છે. એટલે કે, આ લોનની વસૂલાતની શક્યતા ઘણી ઓછી હોય છે. પરિણામે બેંકના પૈસા ડૂબી જાય છે અને બેંક ખોટમાં જાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમો અનુસાર, જો કોઈ બેંક લોનનો હપ્તો 90 દિવસ એટલે કે ત્રણ મહિના સુધી ચૂકવવામાં ન આવે, તો તે લોનને NPA જાહેર કરવામાં આવે છે. અન્ય નાણાકીય સંસ્થાઓના કિસ્સામાં આ મર્યાદા 120 દિવસની હોય છે. બુક ક્લિયર કરવા માટે બેંકોને આવું કરવું પડે છે. GNPA અને NNPA શું હોય છે? ગ્રોસ NPA (GNPA): બેંકની કુલ એવી લોન જે ફસાયેલી હોય અથવા જેના પર નિર્ધારિત સમયથી હપ્તા/વ્યાજ પ્રાપ્ત ન થઈ રહ્યાં હોય. નેટ NPA (NNPA): કુલ ફસાયેલી લોન (GNPA)માંથી જ્યારે બેંક દ્વારા કટોકટીની પરિસ્થિતિ માટે અલગ રાખવામાં આવેલી રકમ (પ્રોવિઝન) ઘટાડવામાં આવે છે, ત્યારે વાસ્તવમાં ફસાયેલી લોન એટલે કે નેટ NPA પ્રાપ્ત થાય છે. NPA જેટલું ઓછું હશે, બેંકની સ્થિતિ એટલી જ સારી માનવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    जयपुर में मुख्यमंत्री जन आवास योजना के सस्ते फ्लैट, दिल्ली-मुंबई एक्सप्रेसवे के करीब लोकेशन, जानें डिटेल
    Next Article
    અભિજીત દીપકેને જામીન મળ્યા:શાંતિ ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી; 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment