Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HCમાં થયેલી અરજી પરત ખેંચાવવા સુરત પોલીસના ધમપછાડા, CCTV:ટી સેન્ટરના સંચાલકના વાળ પકડી દંડા ફટકાર્યો, તપાસના નામે પોલીસ સ્ટેશન લઈ જઈ દબાણ કર્યાનો આક્ષેપ

    16 hours ago

    સુરત SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમે જાહેરમાં આરોપીઓને ફટકાર્યાનો મામલો હજી શાંત નથી પડ્યો ત્યાંજ સુરત પોલીસનો વધુ એક વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો. લિંબાયતમાં જુલાઈ મહિનામાં એક ટી સેન્ટરના સંચાલકને પોલીસે ઢોરમાર માર્યો. સંચાલકે ન્યાય માટે પોલીસ કમિશનરને અરજી કરી પરંતુ, યોગ્ય ન્યાય ન મળતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. અરજદારનું માનીએ તો, હાઈકોર્ટમાં અરજી કરતા જ લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ અવારનવાર ટી સેન્ટર પર આવી માણસોને ઉંચકી પોલીસ સ્ટેશન લઈ જાય છે અને અરજી પરત ખેંચી લેવા દબાણ કરે છે.અરજદાર તરફથી અલગ અલગ ત્રણ ઘટનાના સીસીટીવી પણ રજૂ કર્યા છે. આ મામલાની સુનાવણી 21 ઓગસ્ટે હાઈકોર્ટમાં થશે. CCTV-1 13 જુલાઈ,2026 સમયઃ 11 PM સુરતના લિંબાયતમાં ટી સ્ટોલ ચલાવતા અરજદાર મનોજ યાદવનું કહેવું છે કે, 13 જુલાઈએ 4 થી 5 પોલીસકર્મીઓ તેમના ટી સ્ટોલ પર આવ્યા અને ઢોરમાર માર્યો. પોલીસકર્મીઓ તેમના સ્ટોલ પર આવી મફત પાન, સિગરેટ અને એનર્જી ડ્રીંક માગતા હતા. જે આપવાનો ઈન્કાર કરતા તેમના પર ત્રાસ ગુજારવામાં આવ્યો. આ મામલે અરજદારે સુરત પોલીસ કમિશનરને અરજી કરતા ડીસીપીને તપાસનો આદેશ આપવામાં આવ્યો. CCTV-2 8 ઓગસ્ટ, 2026 સમયઃ 10:45 PM પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ અરજદારના ટી સ્ટોલના વધુ એક સીસીટીવી સામે આવ્યા. જેમાં 8 ઓગસ્ટની રાત્રે લિંબાયત પોલીસનો સ્ટાફ ટી સ્ટોલ પર પહોંચ્યો હતો. અરજદારનો આક્ષેપ છે કે, પોલીસ કોઈ કારણ વગર તેમના ભાઈનો ઊંચકીને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને માર માર્યો. અરજદાર મનોજ યાદવ દ્વારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ સાથે 17મી ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. CCTV-3 19 ઓગસ્ટ, 2026 સમયઃ 7:00 PM અરજદારના ટી સ્ટોલ પરના ત્રીજા સીસીટીવી સામે આવ્યા. જેમાં 19 ઓગસ્ટે લિંબાયત પીઆઈ સહિતનો સ્ટાફ સાંજના સાત વાગ્યે પહોંચ્યા હતા. અરજદારનો આક્ષેપ છે કે, પોલીસે તેઓના માણસોને દુકાનમાંથી બહાર કાઢ્યા અને રિક્ષામાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ. અરજી પરત ખેંચી લેવા માટે ભાડા કરાર માગી સતત માનસિક ટોર્ચરિંગ કર્યું. નકુમ બાદ હવે લિંબાયત પોલીસનો મામલો હાઈકોર્ટમાં સુરતના ડીસીપી નકુમે જાહેરમાં આરોપીઓને ફટકારતા હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી પર કાર્યવાહી ચાલી રહી છે. ત્યાં જ લિંબાયત પોલીસનો મામલો પણ હાઈકોર્ટમાં પહોંચતા આવતીકાલે 21 ઓગસ્ટે આ મામલે સુનાવણી હાથ ધરાશે. આ સમાચાર પણ વાંચોઃ DCP નકુમની તાત્કાલિક બદલી થવી જોઈએ: હાઇકોર્ટ સુરતમાં 13 જુલાઈએ DCP રાજદીપસિંહ નકુમે આરોપીઓને જાહેરમાં માર મારવા તથા તેમનું સરઘસ કાઢવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર આજે(14 ઓગસ્ટ)સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કડક વલણ અપનાવતાં હાઇકોર્ટે કહ્યું કે, ઘટનામાં સામેલ ડીસીપી એક ઉચ્ચ અધિકારી હોવાથી તેમને તે જ હોદ્દા પર રાખીને નિષ્પક્ષ તપાસ થઈ શકે નહીં, જેથી તાત્કાલિક તેમની બદલી કરવી જોઈએ. સરકારી વકીલે હાઇકોર્ટને વિનંતી કરી હતી કે, કોર્ટ આ અંગે હુકમમાં કોઈ નોંધ ન લે, સરકાર સ્વયં ગંભીરતા સમજીને યોગ્ય કાનૂની અને વહીવટી પગલાં લેશે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલને પાર:23,100 ક્યુસેક પાણીની આવક સામે એટલો જ જથ્થો છોડાયો
    Next Article
    રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી મેળાની તૈયારીઓ શરૂ:રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો, 15 લાખની જનમેદની માટે 15 સ્થળોએ ફ્રી પાર્કિંગ, સુરક્ષા માટે 14 વોચ ટાવર રહેશે: AI થી ક્રાઉડ કંટ્રોલ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment