Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમી મેળાની તૈયારીઓ શરૂ:રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો, 15 લાખની જનમેદની માટે 15 સ્થળોએ ફ્રી પાર્કિંગ, સુરક્ષા માટે 14 વોચ ટાવર રહેશે: AI થી ક્રાઉડ કંટ્રોલ થશે

    15 hours ago

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તારીખ 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રમાં સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે. જે મેળાને 5 દિવસ દરમિયાન 15 લાખથી વધુ લોકો માણવાના છે ત્યારે હાલ આ મેદાન ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને 228 સ્ટોલ અને પ્લોટ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીં ડોમ ઊભા કરવાનું શરૂ કરી દેવાયું છે અને રાજસ્થાનથી ટ્રકમાં રાઇડસ માટેની એસેસરીઝ પણ આવી ચૂકી છે. જન્માષ્ટમી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રંગીલા રાજકોટવાસીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેળામાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની મદદથી ક્રાઉડ કંટ્રોલ કરવામાં આવશે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનારા લોકમેળામાં અંદાજિત 15 લાખ મુલાકાતીઓ માટે 15 થી વધુ સ્થળો પર ફ્રી પાર્કિંગ રાખવામાં આવનાર છે. તેથી લોકોને વાહન પાર્કિંગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. મેળામાં 228 સ્ટોલ અને પ્લોટમાંથી રમકડાંના 5 પ્લોટ ડ્રોમાં વેંચાયા ન હતા. જે હવે આપવામાં આવશે. જેની એક સ્ટોલની કિંમત રૂ.45 હજાર છે. રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતી દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળા અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. લોકમેળામાં બાજ નજર રાખવા માટે 14 વોચ ટાવર ઉભા કરવામાં આવનાર છે. લોકમેળામાં આ વખતે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફત મોનીટરીંગ કરવામાં આવનાર છે.આ ઉપરાંત લોકમેળામાં સ્વચ્છતા જળવાય રહે તે માટે રાઉન્ડ ધ કલોક સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. મેળામાં લોકોને ગુણવતાયુકત ખાદ્ય પદાર્થ મળી રહે તે માટે ખાસ પગલા લેવામાં આવનાર છે.મુલાકાતીઓની સુરક્ષા, ફાયર સેફટી, કોરીડોર સહિતના મુદ્દે વિશેષ પગલા લેવામાં આવનાર છે.
    Click here to Read More
    Previous Article
    HCમાં થયેલી અરજી પરત ખેંચાવવા સુરત પોલીસના ધમપછાડા, CCTV:ટી સેન્ટરના સંચાલકના વાળ પકડી દંડા ફટકાર્યો, તપાસના નામે પોલીસ સ્ટેશન લઈ જઈ દબાણ કર્યાનો આક્ષેપ
    Next Article
    ગુજરાન ચલાવવા રણદીપ હુડ્ડા સેક્સ વર્કર બનવા નીકળ્યો:નેપાળની જેલમાં 'બિકીની કિલર'ને મળ્યો, ડિરેક્ટરને લીધે કરિયર અટક્યું; સખાવતી કાર્યોથી દિલ જીત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment