Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HCના ક્લાસ-1 અધિકારીની પાઉંમાં ફૂગ તો ડોક્ટરના પિત્ઝામાં વાળ નીકળ્યો:ઝેપટોના સંચાલકે ગલ્લા-તલ્લા કરતા પોલીસ બોલાવી; વિલિયમ જ્હોન્સ પિત્ઝા સામે AMCમાં ફરિયાદ

    5 days ago

    બહાર જમવાના શોખીનો માટે વધુ બે લાલબત્તી સમાન કિસ્સા સામે આવ્યા છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં અનલિમિટેડ ભોજનનો આનંદ લેવા ગયેલા એક ડોક્ટરના પહેલા પિત્ઝામાંથી જ વાળ નીકળતા હંગામો મચી ગયો હતો. આ બાબતે ડોક્ટરે રેસ્ટોરન્ટ સંચાલકો સામે રોષ પ્રગટ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં લેખિત ફરિયાદ નોંધાવી છે. બીજા બનાવમાં ગુજરાત હાઇકોર્ટમાં ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારીએ ઓનલાઈન મંગાવેલી બ્રેડ-પાઉં વાસી અને ફૂગ વાળી નીકળી હતી. અધિકારીએ સ્ટોર પર હાજર વ્યક્તિને આ બાબતે વાત કરતા તેણે ગલ્લા-તલ્લા કર્યા હતા, જેથી અધિકારીએ 112 નંબર ઉપર ફોન કરી પોલીસ બોલાવી હતી અને ફરિયાદ નોંધાવી છે. માર્ગેરીટા પિત્ઝામાંથી વાળ નીકળતા સંચાલકને જાણ કરી શાહીબાગમાં રહેતા ડો. ધ્રુવ પટેલ તેમના મિત્ર સાથે વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં જમવા ગયા હતા. તેમણે પહેલા સલાડ ખાધું અને ત્યારબાદ પિત્ઝા ઓર્ડર કર્યા હતા. જેવો પહેલો માર્ગેરીટા પિત્ઝા ટેબલ પર આવ્યો, તે ખાવા જતાં જ તેમાં મોટો વાળ જોવા મળ્યો હતો. સ્વચ્છતાના અભાવે ડોક્ટરે તાત્કાલિક તે પિત્ઝા પડતો મૂકી સંચાલકોને જાણ કરી હતી. મેનેજરે સંતોષકારક જવાબ ન આપ્યાનો આક્ષેપ ડો. ધ્રુવ પટેલે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે મેં કર્મચારીઓને પિત્ઝામાં વાળ હોવાની ફરિયાદ કરી, ત્યારે તેમણે માત્ર પિત્ઝા બદલી આપવાની વાત કહીને સંતોષ માની લીધો હતો. મેનેજર સાથે વાત કરવાની માંગ કરી ત્યારે કર્મચારીઓ એકબીજા પર ખો આપતા રહ્યા અને મેનેજરે પણ કોઈ યોગ્ય પ્રતિસાદ ન આપ્યો. બીજી વાર આવું નહીં થાય: ફ્રેન્ચાઈઝી ઓનર આ મામલે વિલિયમ જ્હોન્સ પિત્ઝા (શાહીબાગ)ના ફ્રેન્ચાઈઝી માલિક અભયભાઈએ જણાવ્યું હતું કે, બનાવતી વખતે ભૂલથી વાળ આવી ગયો હોઈ શકે છે. અમે આ બાબતે તકેદારી રાખીશું અને બીજી વખત વાળ નહીં આવે. ઘટના-2ઃ ઝેપટોના સ્ટોરે પહોંચી વાત કરતા જવાબ ન મળ્યો, પોલીસ બોલાવી ગાંધીનગર પાસે આવેલા સુઘડ નજીક રહેતા અને ગુજરાત હાઇકોર્ટમાં ક્લાસ-1 ઓફિસર તરીકે ફરજ બજાવતા ઓઝા યોગેન્દ્ર કુમારે ઝેપટો એપ્લિકેશન મારફતે કભી ભી કંપનીના બ્રેડ-પાઉં અને અન્ય સામાન મંગાવ્યો હતો. જે ડિલિવરી બોય લઈને આવ્યો, ત્યારે પાઉં ફૂગ વાળી અને વાસ મારતી હતી. જે બાબતે ડિલિવરી બોયને વાત કરી તો તેણે જણાવ્યું કે, મોટેરા ખાતે આવેલી ઝેપટો કંપનીના સ્ટોરમાંથી આ સામાન લઈને આવ્યો છે. ઓનલાઈન ટેબલેટનું એડ્રેસ મેળવીને જ્યારે યોગેન્દ્ર કુમાર સ્ટોર ઉપર પહોંચ્યા, ત્યારે હાજર વ્યક્તિને જવાબ આપવામાં ગલ્લા-તલ્લા કર્યા હતા. આ બાબતે યોગેન્દ્ર કુમારે 112 નંબર બોલાવીને ચાંદખેડા પોલીસ સ્ટેશન અને ફૂડ વિભાગમાં ઝેપટો સ્ટોરના વહીવટ કર્તાઓ અને માલિક વિરોધ ફરિયાદ કરી છે. જાહેર જીવનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા બદલ તેમણે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પાળીયાદ-રાણપુર રોડ પર અકસ્માતમાં 2ના મોત:બાઈકસવાર પરિવારને કારે ઉલાળ્યો, એક મહિલા અને પુરૂષનું પ્રાણપંખેરું ઉડી ગયું, એક બાળક સહિંત 2ને રાજકોટ ખસેડાયા
    Next Article
    સોશિયલ મીડિયામાં યુવકને સીન સપાટા કરવા ભારે પડ્યા:ચોરવાડમાં યુવકને લક્ઝરી કારના સ્ટેયરીંગ પરથી હાથ હટાવી રીલ બનાવી, ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા નીકળેલા યુવકના સીન-સપાટા બાદ પોલીસ મથકે હવાતિયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment