Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે તો પરફ્યુમ પણ નકલી!:સુરતમાં બ્રાન્ડેડ 'GUCCI FLORA'ના નામે ડુપ્લિકેટ પરફ્યુમ વેચવાનું કૌભાંડ ઝડપાયું, એક વેપારીની ધરપકડ

    1 day ago

    સુરત શહેરમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી પ્રોડક્ટ્સ પધરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં આંતરરાષ્ટ્રીય સ્તરની જાણીતી બ્રાન્ડ 'GUCCI FLORA'ના ડુપ્લિકેટ પરફ્યુમનું વેચાણ ચાલતું હોવાની ચોક્કસ બાતમીના આધારે લસકાણા પોલીસે સફળ દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી નકલી સ્ટીકરો તથા પરફ્યુમ બોટલો સહિત કુલ ₹45,990ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની અટકાયત કરી છે. કંપનીની લીગલ ટીમને બાતમી મળતાં પોલીસ ફરિયાદ નોંધાઈ 'GUCCI FLORA' કંપનીના ટ્રેડમાર્ક અને કોપીરાઇટ પ્રોટેક્શનનું કામ સંભાળતી 'RNA, IP ATTORNEYS' કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસર ક્રિષ્નપાલસિંગ રવિનાથસિંગ સિંગ (ઉં.વ. 34, રહે. ગુડગાંવ, હરિયાણા)ને માહિતી મળી હતી કે, સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી ઓફિસમાંથી આ બ્રાન્ડના નકલી પરફ્યુમનું વેચાણ થઈ રહ્યું છે. આ માહિતીના આધારે સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ઝોન-1 કચેરીની મંજૂરી મેળવી લસકાણા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. ઓફિસ નંબર 101માં દરોડો પાડી આરોપીને દબોચ્યો લસકાણા સ્થિત 'સ્કાઇવ્યુ બિઝનેસ હોરીઝોન'ના પ્રથમ માળે આવેલી ઓફિસ નંબર 101માં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાં હાજર ઓફિસ સંચાલક સંદીપભાઈ જાદવભાઈ બેલડીયા (ઉં.વ. 36, રહે. કતારગામ)ની પૂછપરછ હાથ ધરાઈ હતી. મોટી સંખ્યામાં ડુપ્લિકેટ સ્ટીકરો અને બોટલો મળી આવી ઓફિસની તલાશી લેતાં કોઈ પણ જાતના લાયસન્સ કે પાસ-પરમિટ વગર બ્રાન્ડના નામે તૈયાર કરાયેલો જથ્થો મળી આવ્યો હતો. જેમાં GUCCI FLORA લખેલા સ્ટીકર: 22 નંગ, GUCCII FLORA લખેલા ડુપ્લિકેટ સ્ટીકર: 1016 નંગ, GUCCY FLORA લખેલા સ્ટીકર: 23 નંગ ,સ્ટીકર વગરની ખાલી પરફ્યુમ બોટલો: 214 નંગ (કિંમત ₹44,940), GUCCII FLORA સ્ટીકર લગાવેલી પરફ્યુમ બોટલો: 2 નંગ (કિંમત ₹420), બોક્સ પેકિંગમાં તૈયાર GUCCII FLORA પરફ્યુમ બોટલો: 3 નંગ (કિંમત ₹630)નો સમાવેશ થાય છે.પોલીસે કુલ ₹45,990નો મુદ્દામાલ પંચનામા હેઠળ જપ્ત કર્યો હતો. કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ પોતાના અંગત આર્થિક ફાયદા માટે બ્રાન્ડેડ કંપનીના લોગો અને ટ્રેડમાર્કનો ગેરકાયદે ઉપયોગ કરી ગ્રાહકોને નકલી પરફ્યુમ વેચવાના આરોપસર લસકાણા પોલીસે સંદીપ બેલડીયા સામે કોપીરાઈટ એક્ટની કલમ 51 અને 63 મુજબ ગુનો દાખલ કર્યો છે. આ નકલી જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને શહેરમાં અન્ય કયા વેપારીઓને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશામાં વધુ કાનૂની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં તેજસ્વી તારલાઓનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો:શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રની 8 પ્રતિભાઓનું સન્માન; ઉચ્ચ શિક્ષણ મેળવી આત્મનિર્ભર બનવા આહવાન
    Next Article
    કેસરિયા, સુવર્ણ અને યશસ્વી નવરાત્રિના ફૂડ સ્ટોલ્સ પર મનપાનું ચેકિંગ:કુલ 113 સેમ્પલ લેવાયા, 43 વિક્રેતાઓને નોટિસ, જનઆરોગ્યની સુરક્ષા કાજે 6 મોટા ગરબા પંડાલોમાં તવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment