Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેસરિયા, સુવર્ણ અને યશસ્વી નવરાત્રિના ફૂડ સ્ટોલ્સ પર મનપાનું ચેકિંગ:કુલ 113 સેમ્પલ લેવાયા, 43 વિક્રેતાઓને નોટિસ, જનઆરોગ્યની સુરક્ષા કાજે 6 મોટા ગરબા પંડાલોમાં તવાઈ

    1 day ago

    સુરતમાં નવરાત્રિ પર્વ દરમિયાન ખેલૈયાઓની ખાદ્ય સુરક્ષા અને જનઆરોગ્ય જળવાઈ રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકાના કમિશનર તથા આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસરના માર્ગદર્શન હેઠળ વિશેષ ચેકિંગ હાથ ધરાયું હતું. 12 અને 13 ઓક્ટોબરના રોજ શહેરના ખાનગી પાર્ટી પ્લોટ, હોલ અને મોટા ગ્રાઉન્ડ પર યોજાયેલા ગરબા આયોજનોમાં ફૂડ સેફ્ટી ઓફિસરોએ ફૂડ ઇન્સ્પેક્શનની સઘન ઝુંબેશ ચલાવી હતી. ડુમસ રોડ, ભરથાણા, સરસાણા અને આભવા રોડ જેવા વિસ્તારોમાં આવેલા કુલ 6 મુખ્ય ગરબા મહોત્સવોમાં આ ચેકિંગ કરાયું હતું, જેમાં કુલ 116 જેટલા ખાદ્ય સ્ટોલ્સની ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. કુલ 113 સેમ્પલ લેવાયા, 43 વિક્રેતાઓને નોટિસ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહી દરમિયાન વિવિધ ફૂડ સ્ટોલ્સમાંથી શંકાસ્પદ જણાતા તેમજ નિયમિત ચકાસણી અર્થે કુલ 113 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. નિયમોનું પાલન ન કરનારા અને ક્ષતિઓ ધરાવતા કુલ 43 સ્ટોલધારકોને સ્થળ પર જ નોટિસ ફટકારવામાં આવી હતી. તપાસેલા તમામ નમૂનાઓનું ગુણવત્તા વિશ્લેષણ કરવા માટે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે, જેથી કોઈપણ ભેળસેળ કે અસ્વચ્છતા સામે કડક કાનૂની પગલાં લઈ શકાય. જાણીતા ગરબા આયોજનોમાં સ્ટોલ અને સેમ્પલની સ્થિતિ મનપાની સત્તાવાર યાદી મુજબ, ભરથાણા ખાતે કેસરિયા નવરાત્રિના 24 સ્ટોલમાંથી સૌથી વધુ 32 સેમ્પલ લેવાયા અને 5 નોટિસ અપાઈ. ડુમસ રોડ પર સુવર્ણ નવરાત્રિના 22 સ્ટોલમાંથી 16 સેમ્પલ લઈ સૌથી વધુ 13 નોટિસ અપાઈ હતી. ગરબી વારસોમાં 8 સ્ટોલ પરથી 8 સેમ્પલ અને 2 નોટિસ, ઓ. જી. નવરાત્રિમાં 16 સ્ટોલ પરથી 16 સેમ્પલ અને 5 નોટિસ તથા ગુજરાત ગરબા ગેલેક્સીમાં 16 સ્ટોલ પરથી 7 સેમ્પલ અને 9 નોટિસ આપવામાં આવી હતી. આભવા રોડ પર ડી. બી. પટેલ ગ્રાઉન્ડ ખાતે યશસ્વી નવરાત્રિના 30 સ્ટોલમાંથી 34 સેમ્પલ લઈને 9 સ્ટોલધારકોને નોટિસ પાઠવાઈ હતી. એપ્રોન, કેપ અને લાયસન્સ બાબતે કડક તાકીદ ચેકિંગ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગે સ્ટોલધારકોને સંપૂર્ણ સ્વચ્છતા જાળવવા તેમજ નિયમોનું ચુસ્ત પાલન કરવા કડક આદેશ આપ્યા હતા. ખાદ્ય પદાર્થો બનાવતા અને પીરસતા કારીગરો માટે ફરજિયાતપણે એપ્રોન, ટોપી અને ગ્લોવ્ઝ પહેરવા બાબતે ખાસ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાયુક્ત ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા સાથે હંગામી લાયસન્સ મેળવવા અંગે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન અપાયું હતું અને બાકી રહેલા તમામ વેપારીઓને તાત્કાલિક લાયસન્સ મેળવી લેવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. અઠવાલાઇન્સ ફૂડ ફેસ્ટિવલમાંથી વધુ 20 સેમ્પલ ચકાસણીમાં ગરબા મહોત્સવો ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવાલાઇન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ફૂડ ફેસ્ટિવલ-2026માં પણ ફૂડ સેફ્ટી ઓફિસરોએ મુલાકાત લીધી હતી. ત્યાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલ્સ પરથી પણ ખાદ્યચીજવસ્તુઓના કુલ 20 નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. આ તમામ 20 નમૂનાઓને પણ પરીક્ષણ માટે મનપાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આમ, ગરબા અને ફૂડ ફેસ્ટિવલ મળીને કુલ 133 ખાદ્ય સામગ્રીના નમૂનાઓ લેબ ટેસ્ટિંગ હેઠળ મુકાયા છે.
    Click here to Read More
    Previous Article
    હવે તો પરફ્યુમ પણ નકલી!:સુરતમાં બ્રાન્ડેડ 'GUCCI FLORA'ના નામે ડુપ્લિકેટ પરફ્યુમ વેચવાનું કૌભાંડ ઝડપાયું, એક વેપારીની ધરપકડ
    Next Article
    Harsh Sanghvi | માનક બ્યુરો અમદાવાદ દ્વારા આજે 'વિશ્વ માનક દિવસ'ની ઉજવણી કરાઈ | Gandhinagar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment