Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં રોડ અકસ્માતમાં સુદાનના યુવકનું મોત:એક્ટિવા બેરિકેટ સાથે અથડાયું, મૃતક અમદાવાદ GTUમાં અભ્યાસ કરતો હતો

    2 days ago

    ગાંધીનગરમાં વાહનચાલકો માટે ડેથ ટ્રેપ સાબિત થઈ રહેલા ઈન્દ્રોડા ગામના કટ પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતે માર્ગ સલામતી સામે સવાલો ઊભા કર્યા છે. આ અકસ્માતમાં સુદાનના એક યુવકનું એક્ટિવા બેરિકેટ સાથે જોરદાર અથડાવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ અંગે હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક યુવક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની શક્યતા છે. હાલ તો પોલીસે તેની ઓળખ માટે કવાયત હાથ ધરી છે. ઈન્દ્રોડા ગામના કટ પાસે બેરીકેટ સાથે એક્ટિવા અથડાયું મળતી માહિતી મુજબ એક યુવક પોતાની એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઈન્દ્રોડા ગામના કટ પાસે રસ્તા પર મુકવામાં આવેલા બેરીકેટ સાથે તેનું એક્ટિવા પૂરઝડપે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. મૂળ સુદાનના યુવકનું મોત આ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા મૃતક યુવક મૂળ સુદાનનો રહેવાસી હતો. તે ગાંધીનગરની કોઈ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની શક્યતા છે. પોલીસે હાલ તેના ઓળખ માટે કવાયત હાથ ધરી છે. ઈન્દ્રોડા ગામના કટ પાસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે ગાંધીનગરના આ ચોક્કસ વિસ્તારમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. અગાઉના કિસ્સાઓ પર નજર કરીએ તો ઈન્દ્રોડા સર્કલથી આગળ વધતા આવતા કટ પાસે વાહનોની ગતિ બેકાબૂ હોય છે. ગત વર્ષે જ આ વિસ્તારમાં બે અકસ્માતો નોંધાયા હતા, જેમાં એક બાઈક સવાર મોતને ભેટ્યો હતો. મૃતક યાસિર વર્ષ 2025થી ગાંધીનગરમાં રહીને અમદાવાદ GTUમાં અભ્યાસ કરતો હતો આ બનાવની તપાસ અર્થે સ્થળ પર પહોંચેલા સેકટર 7 પોલીસ મથકના ASI હર્ષદભાઈએ જણાવ્યું કે, હાલમાં પેથાપુર ખાતે ભાડેથી રહેતા મૂળ સુદાનના 38 વર્ષીય યાસિર અબ્દુલ્લા ઉસ્માન આહિલનું એક્ટિવા બેરીકેટ સાથે અથડાવાથી મોત નિપજ્યું છે. યાસિર વર્ષ 2025થી ગાંધીનગરમાં રહીને અમદાવાદ GTUમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ શાખામાં સાયબર સિક્યુરિટીનો અભ્યાસ કરતો હતો. જેના પરિજનો સુદાનમાં રહે છે. પ્રાથમિક રીતે યાસિર પરિણીત હોવાની વિગતો મળી છે. હાલમાં પોસ્ટમોર્ટમ સહિતની પ્રક્રિયા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા LCB: 6 લાખનો દારૂ ઝડપ્યો:પાલનપુર પાસેથી અર્ટીગા કારમાંથી વિદેશી દારૂ મળ્યો
    Next Article
    Bar Council Of Gujarat | અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મત ગણતરી | Vote Counting | Ahmedabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment