Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં GTPL ચેનલની ઓફિસ બહારથી 40 હજારનું બાઇક ચોરાયું:બાઇકને લોક કરીને પાર્ક કર્યું ને તસ્કર ઉઠાવી ગયો, ફરિયાદ નોંધાઈ

    1 week ago

    મહેસાણાના નાગલપુર રબારીવાસમાં રહેતા અને GTPL ચેનલમાં ખાનગી નોકરી કરતા રાજેશકુમાર રણછોડભાઇ રબારીનું હીરો કંપનીનું બાઇક ચોરી થવાની ઘટના સામે આવી છે. આ મામલે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બાઇકને લોક કરીને પાર્ક કર્યું ને તસ્કર ઉઠાવી ગયો રાજેશકુમાર ગત તારીખ 30 જુલાઈ 2026ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સુમારે પોતાનું હીરો કંપનીનું બાઇક નંબર: GJ-02-CD-9620 લઈ નાગલપુર મહેસાણા-અમદાવાદ હાઇવે રોડ પર આવેલી પશાભાઈ પેટ્રોલ પંપ પાસેની GTPL ચેનલની ઓફિસે નોકરી માટે ગયા હતા. તેમણે બાઇકને લોક કરીને રોડની સાઇડમાં પાર્ક કર્યું હતું. GTPL ચેનલની ઓફિસ બહારથી 40 હજારનું બાઇક ચોરાયું, ફરિયાદ નોંધાઈ ત્યારબાદ બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે તેઓ ઓફિસથી બહાર આવતા પાર્ક કરેલું બાઇક ગાયબ જણાયું હતું. આસપાસના વિસ્તારમાં કલાક સુધી શોધખોળ કરવા છતાં બાઇકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. કોઈ અજાણ્યો ઇસમ આશરે 40 હજારની કિંમતનું વર્ષ 2016નું મોડેલનું બાઇક ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની જાણ થતાં તેમણે સૌપ્રથમ ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ મામલે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધીને ચોર ઇસમની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં જીત નિશ્ચિત મનાતા ભાજપની ઉજવણી:છઠ્ઠા રાઉન્ડના અંતે સતિષ પટેલ 11436 મતથી આગળ, કોંગ્રેસ પહેલા રાઉન્ડથી જ પાછળ
    Next Article
    NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પરના લાઠીચાર્જ મુદ્દે કોંગ્રેસનો વિરોધ:નહેરુબ્રિજથી સરદારબાગ સુધી રેલી, ‘છાત્રો કી ગુંજ’ અંતર્ગત ધરણા કરશે, પોલીસ કાફલો ખડકી દેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment