Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એરબસ સભ્યની મુલાકાત:GSVમાં એરબસ ઇન્ડિયાના બોર્ડ સભ્યોની મુલાકાત, ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા સહયોગ વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ

    6 hours ago

    વડોદરા સ્થિત પ્રતિષ્ઠિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) ખાતે એરબસ ઇન્ડિયાના બોર્ડ સભ્યોએ કેમ્પસની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન બંને સંસ્થાઓ વચ્ચેના શૈક્ષણિક અને વ્યાવસાયિક સહયોગને વધુ સુદ્રઢ બનાવવા તેમજ ભારતના ઝડપથી વિકસી રહેલા એવિએશન અને MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) સેક્ટર માટે વૈશ્વિક સ્તરનું કુશળ માનવબળ તૈયાર કરવા અંગે વિસ્તૃત પરામર્શ હાથ ધરાયો હતો. ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય અને વિશ્વની અગ્રણી એરોસ્પેસ કંપની એરબસ વચ્ચેની આ ભાગીદારીને દેશમાં ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા કોલેબોરેશનના આદર્શ અને પ્રેરણારૂપ મોડેલ તરીકે પ્રસ્તુત કરવામાં આવી છે. અભ્યાસક્રમ વિકાસ અને CSR પહેલ બદલ આભાર વ્યક્ત કરાયો બેઠક દરમિયાન ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના સત્તાધીશો દ્વારા ઉડ્ડયન ક્ષેત્રના આધુનિક માપદંડો મુજબ અભ્યાસક્રમ તૈયાર કરવામાં એરબસના યોગદાનની મુક્તમને પ્રશંસા કરવામાં આવી હતી. એરબસ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ચલાવવામાં આવતી વિવિધ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલોને બિરદાવવામાં આવી હતી. યુનિવર્સિટી વહીવટી તંત્રે જણાવ્યું હતું કે વૈશ્વિક કંપનીઓના સીધા માર્ગદર્શન હેઠળ તૈયાર થતાં યુવાનો સીધા જ ઔદ્યોગિક જરૂરિયાતો સાથે જોડાઈ શકે છે, જે દેશના આત્મનિર્ભર ઉડ્ડયન ક્ષેત્ર માટે એક ક્રાંતિકારી કદમ સાબિત થઈ રહ્યું છે. પ્લાસ્ટિક વેસ્ટમાંથી સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ બનાવવાની કવાયત મુલાકાત દરમિયાન એરબસના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે યુનિવર્સિટી પરિસરમાં કાર્યરત 'Airbus Center of Excellence' નું નિરીક્ષણ કર્યું હતું. આ સંશોધન કેન્દ્રમાં પર્યાવરણ સંરક્ષણ અને હરિત ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે પ્લાસ્ટિક વેસ્ટમાંથી સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) વિકસાવવા અંગે હાથ ધરાયેલી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ભવિષ્યમાં હવાઈ મુસાફરીમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ગ્રીન એનર્જી તરફ આગળ વધવા માટે આ પ્રકારના ટકાઉ પ્રોજેક્ટ્સ નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. સ્કોલરશિપ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે એરબસ ટીમે સંવાદ સાધ્યો એરબસ ઇન્ડિયાના બોર્ડ સભ્યોએ યુનિવર્સિટીમાં એરબસ સ્કોલરશિપ મેળવી રહેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ બેસીને ખુલ્લા મને ચર્ચા કરી હતી. વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દીના સપના સાકાર કરવામાં આર્થિક તેમજ માર્ગદર્શક સહયોગ પૂરો પાડવા બદલ એરબસ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે એરબસ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયે સંયુક્ત સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે ભારતના ઉડ્ડયન અને એમઆરઓ ઉદ્યોગને વૈશ્વિક કક્ષાએ લઈ જવા માટે અત્યાધુનિક તાલીમ અને ટેકનોલોજી દ્વારા આગામી પેઢીના કુશળ નિષ્ણાતો તૈયાર કરવાની આ સફર અવિરત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    દુઃખભંજન મહાદેવ મંદિરમાં સંગીતમય હનુમાન ચાલીસા પાઠ યોજાયો:શ્રાવણ માસ નિમિત્તે હરિ સીતારામ ધૂન મંડળે આયોજન કર્યું, ઘણા ભક્તો ઉમટ્યા
    Next Article
    અમરેલીની પાટીદાર દીકરીના 'વરઘોડા'નો મામલો:પાયલ ગોટીને રૂ. 7.50 લાખનું વળતર ચૂકવવા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનો આદેશ, જાણો શું હતો મામલો?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment