Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GST એકાઉન્ટ ચાલુ કરાવવાના બહાને ₹60 લાખની છેતરપિંડી:AAPના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પ્રકાશ દોંગા સહિત 2ની ધરપકડ, એક દિવસના રિમાન્ડ પર

    11 hours ago

    જામનગર શહેરના એક બ્રાસપાર્ટ વેપારી સાથે GST એકાઉન્ટ પુનઃ કાર્યરત કરાવવાના બહાને 60 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સહિત બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા અદાલતે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સમગ્ર મામલો શું છે? જામનગરમાં 'શ્રી કલ્પ એન્ટરપ્રાઈઝ' નામે બ્રાસ સ્ક્રેપનો વ્યવસાય કરતા વેપારી ભાવેશ તરાવિયાનું GST એકાઉન્ટ વર્ષ 2025માં વિભાગ દ્વારા બ્લોક કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટ ફરી ચાલુ કરાવવા માટે તેમણે જગદીશ રામોલીયાનો સંપર્ક સાધ્યો હતો. જગદીશ રામોલીયાએ વેપારીનો વિશ્વાસ જીતવા માટે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર પ્રભારી પ્રકાશ દોંગાની ઓળખ એક વકીલ તરીકે કરાવી હતી. ટેક્સ ભરવાના નામે નાણાં પડાવ્યા GST સંબંધિત કાયદાકીય ગૂંચ ઉકેલવા અને ટેક્સની રકમ ભરવાના બહાને આરોપીઓએ ઓક્ટોબર 2025માં વેપારી પાસેથી કુલ 60 લાખ મેળવ્યા હતા. વેપારીએ આ રકમ GST એકાઉન્ટમાં જમા કરાવવા અને પ્રોસેસિંગ ફી પેટે ચૂકવી હતી. જોકે, આરોપીઓએ આ નાણાં સરકારી તિજોરીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા. પોલીસ ફરિયાદ અને તપાસ લાંબો સમય વીતવા છતાં GST એકાઉન્ટ ચાલુ ન થતા અને નાણાં પરત ન મળતા વેપારીને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ અંગે પંચકોશી B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રકાશ દોંગા અને જગદીશ રામોલીયાની ધરપકડ કરી હતી. પોલીસે વધુ તપાસ અર્થે કોર્ટ પાસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિની સંડોવણીને પગલે જામનગરના વેપારી અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસ હવે રિમાન્ડ દરમિયાન આ રકમ ક્યાં વપરાઈ અને અન્ય કોઈ વેપારીઓ આ ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢ જિ.પં.ના પૂર્વ ચેરમેન દંપતીએ ભાજપનો છેડો ફાડી AAPમાં જોડાશે:ટિકિટ વિતરણ-આંતરિક જૂથવાદને લઈ સંગઠન સામે આક્ષેપો, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય-BJPના જોલીત બુસા કોંગ્રેસમાં જોડાયા
    Next Article
    Israel Lebanon border Tensions LIVE | 150 લોકોના મોત, 800થી વધુ ઈજાગ્રસ્ત ! 10 મિનિટમાં તબાહી | N18G

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment