Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સરાઝા હોટલ દારૂ પાર્ટીમાં રાજકીય ઘમાસાણ:કોંગ્રેસ-AAP લાલઘૂમ; BJP નેતાએ કહ્યું- 'આ કેસમાં પોલીસ ધરાઈને રૂપિયા લઈ લે', પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન પણ વિવાદમાં

    13 hours ago

    રાજકોટના કાલાવાડ રોડ સ્થિત જાણીતી સરાઝા હોટલમાં LCB દ્વારા પાડવામાં આવેલી દારૂ મહેફિલની રેડ બાદ સમગ્ર મામલે ભારે રાજકીય વિવાદ સર્જાયો છે. આ કેસમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ પોલીસની ભેદભાવભરી નીતિ અને રાજ્ય સરકારની કહેવાતી દારૂબંધી સામે સીધા પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો છે કે સામાન્ય નાગરિકો માટે કડક કાયદો અમલી બનાવતી પોલીસ વગદાર ઉદ્યોગપતિઓ અને પૈસાદાર વર્ગને ‘VIP ટ્રીટમેન્ટ’ આપી બચાવી રહી છે. 'મોં પર માસ્ક-કવર પહેરાવી મહેમાન જેવી ટ્રીટમેન્ટ કેમ?': કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂત સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે પોલીસની ભૂમિકાને શંકાસ્પદ ગણાવતા જણાવ્યું હતું કે, સરાઝા હોટલના બેન્કવેટ હોલમાં એલસીબીએ રેડ પાડી ત્યારે આરોપીઓને જે રીતે સિવિલ હોસ્પિટલ લઈ જવાયા અને બહાર કઢાયા તે અત્યંત આઘાતજનક છે. આરોપીઓના ચહેરા પર માસ્ક અને ખુરશીના કવર પહેરાવીને ઓળખ છુપાવવાનો પ્રયાસ કરાયો હતો. કોઈ નાનો માણસ રસ્તા પર ગાડીનો સ્ટન્ટ કરે તો પોલીસ તેને નીચે બેસાડી માફી મગાવતો વીડિયો વાયરલ કરી વાહવાહી લૂંટે છે, પરંતુ અહીં વગદાર બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના ફોટા કે વીડિયો કેમ જાહેર કરાયા નથી? તેઓએ માગ કરી હતી કે બેન્કવેટ હોલ અને સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ લેવાયા તે સમયના તમામ CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે. બોટલોની સંખ્યામાં વિરોધાભાસ અને મંત્રીઓની ભલામણોના આક્ષેપો કોંગ્રેસ પ્રવક્તાએ સવાલો ઉઠાવ્યા હતા કે, શરૂઆતમાં એસીપી કક્ષાના અધિકારી એક પણ બોટલ ન હોવાનું કહે છે અને ત્યારબાદ DCP 11 બોટલ હોવાનું જણાવે છે. હોલમાં હાજર આશરે 100 જેટલા લોકો વચ્ચે માત્ર આટલી બોટલો જ બતાવવી તે સમગ્ર તપાસ પર શંકા ઉપજાવે છે. આ ઉપરાંત તમામ મહિલાઓના રિપોર્ટ નેગેટિવ દર્શાવવા, મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ મુદ્દામાલમાં ન દર્શાવવી અને સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ નેગેટિવ કરાવવા મંત્રીઓ-સંતરીઓ તરફથી ભલામણો થતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. નિયમ મુજબ કેફી પદાર્થોનું સેવન થતું હોય તેવી હોટલનું લાયસન્સ તાત્કાલિક રદ કરવું જોઈએ અને હોટલ માલિક સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. હર્ષ સંઘવી સામે 'આપ' નેતા પદ્મિનીબા વાળાના પ્રહારો બીજી તરફ આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સામે સીધા સવાલો ઊભા કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર રહી ગઈ છે. ખુલ્લેઆમ આવી હાઇપ્રોફાઇલ પાર્ટીઓ ચાલે છે છતાં દારૂ સપ્લાય કરનારા મોટા માથાઓ કેમ પકડાતા નથી? તેમણે આક્રોશ વ્યક્ત કરતાં માગણી કરી હતી કે સામાન્ય પ્રજા અને શ્રીમંતો માટે કાયદો સમાન હોવો જોઈએ. પાર્ટીમાં ઝડપાયેલા તમામ આરોપીઓને જાહેરમાં ઉઠકબેઠક કરાવવી જોઈએ અને સામાન્ય ગુનેગારોની જેમ તેમના વરઘોડા કાઢીને કડક સબક શીખવાડવો જોઈએ. રાજકોટ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનની સો.મીડિયા પોસ્ટ રાજકોટમાં પકડાયેલ બર્થ-ડે પાર્ટી અંગે વિપક્ષ દ્વારા સરકસર સામે પ્રહારો કરી નામાંકિત લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી પોલીસ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને બીજી તરફ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અતુલ પંડિત દ્વારા આડકતરી રીતે દારૂ પીનારાના સમર્થનમાં આવી સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરતા વિવાદમાં આવ્યા છે. પાટીદાર અગ્રણી અને ભાજપ નેતા મહેશ લુણાગરીયાએ આ સમગ્ર ઘટનાને લઈને ફેસબુક પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો છે. તેમણે પોલીસ પર કટાક્ષ કરતાં આ કેસમાં 'ભરપૂર રૂપિયા લઈ લેવા' ખુલ્લો અનુરોધ કર્યો છે, જેથી આખું વર્ષ બીજે ક્યાંય તોડ ન કરવો પડે. એટલું જ નહીં, તેમણે પોલીસને થોડીવાર માટે પોતાની ઈમાનદારી સાઈડમાં મૂકી દેવા સુધીની અપીલ કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ દારૂની રેડ બાદથી જ પોલીસની સમગ્ર કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સમગ્ર મામલે જરૂરી વિગતો છુપાવીને વગદાર આરોપીઓને છાવરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Anita Dinesh Bisnoi: Live Video में ज़हर, Kadpe Ho Gaye Chhote Trolling से परेशानी का सच |Social List
    Next Article
    Woman Surprises Family With Unexpected Homecoming, Emotional Video Wins Hearts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment