Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં GST ઇન્સ્પેક્ટરના ઘરમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો:LCBએ ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી 10 તોલા સોનું જપ્ત કર્યું

    11 hours ago

    ગોધરામાં GST ઇન્સ્પેક્ટરના બંધ મકાનમાંથી 10 તોલા સોનાના દાગીનાની ચોરી કરનાર રીઢા તસ્કરને ગોધરા LCBએ ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. પોલીસે ચોરી કરાયેલા દાગીના અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઇક પણ જપ્ત કરી છે. આ ઘટના ગત 23મી મેના રોજ બપોરના સમયે ગોધરાના બામરોલી રોડ પર આવેલી પ્રમુખ આશીર્વાદ સોસાયટીમાં બની હતી. GST ઇન્સ્પેક્ટર મેહુલ નરસિંહભાઈ પણદાના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશ્યા હતા. કબાટમાં રાખેલા 10 તોલા સોનાના દાગીના ચોરી કરીને તેઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે ગોધરા એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દિવસ દરમિયાન થયેલી આ મોટી ચોરીના પગલે ગોધરા એલ.સી.બી. ટીમ સક્રિય બની હતી. LCBની ટીમે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ગણતરીના કલાકોમાં જ પોલીસે બાતમીના આધારે ગોધરાના લોટસ ટેમ્પલ નજીકથી આરોપી દશરથ ઉર્ફે કેતન પગીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપી પાસેથી પોલીસે ચોરી કરેલા સોનાના તમામ દાગીના સહિત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઇક પણ કબજે લીધી છે. હાલમાં LCB ટીમે મુદ્દામાલ સાથે આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ધોળા દિવસે થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલીને ગોધરા પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: PoKમાં કત્લેઆમ:મુનીરસેનાએ લોહીની નદીઓ વહાવી, અફઘાનિસ્તાનમાં પણ નિર્દોષો પર બર્બરતા, ભારતે UNમાં પાકિસ્તાનનાં પાખંડનો ભાંડો ફોડ્યો
    Next Article
    60 લાખના સોનાની ચેઈનના હૂક સાથે મુસાફર ઝડપાયો:શારજહારથી આવતા વેરાવળના યુવકને કસ્ટમ વિભાગે અમદાવાદ એરપોર્ટ પર દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment