Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GST નોંધણી રદ પ્રક્રિયામાં ગંભીર ગડબડ:વાર્ષિક રિટર્ન ભર્યા વિના જ નોંધણી રદ કરાવી હતી, કરોડોની સરકારી આવકને નુકસાનની આશંકા; CAG રિપોર્ટમાં ખુલાસો

    19 hours ago

    ગુજરાતમાં GST સંબંધિત પ્રક્રિયાઓમાં ગંભીર ખામીઓ સામે આવી છે. તાજેતરમાં CAG (Comptroller and Auditor General) ના ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે નોંધણી રદ (Cancellation of GST Registration) કરવાની પ્રક્રિયામાં નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી, જેના કારણે સરકારને આવકમાં નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે. 11 કેસોમાં નોંધણી રદ કરવાની અસરકારક તારીખ નિયમો મુજબ નક્કી કરાઈ નહોતી CAGના અહેવાલ મુજબ, કુલ 35 કેસોના પરીક્ષણ દરમિયાન 11 કેસોમાં નોંધણી રદ કરવાની અસરકારક તારીખ નિયમો મુજબ નક્કી કરવામાં આવી નહોતી. કેટલાક કેસોમાં યોગ્ય અધિકારી દ્વારા નક્કી કરાયેલ તારીખ કરતાં પહેલાની તારીખથી નોંધણી રદ કરવામાં આવી હતી, જે નિયમ 22 હેઠળના પ્રાવધાનોનું ઉલ્લંઘન છે. નોંધણી રદ પ્રક્રિયામાં 24 દિવસથી 115 દિવસ સુધીનો વિલંબ નોંધાયો આ ઉપરાંત, નોંધણી રદ પ્રક્રિયામાં 24 દિવસથી 115 દિવસ સુધીનો વિલંબ નોંધાયો હતો, જે વિભાગીય કાર્યક્ષમતા પર પ્રશ્નો ઊભા કરે છે. ફોર્મ્સ યોગ્ય રીતે ભર્યા નહોતા ઓડિટમાં વધુમાં જાણવા મળ્યું કે જરૂરી ફોર્મ્સ જેમ કે GST REG-16 અને GST REG-19 યોગ્ય રીતે ભરવામાં અથવા પ્રક્રિયા કરવામાં આવ્યા નહોતા. કેટલાક કેસોમાં GSTN પોર્ટલ પર સંબંધિત આદેશો ઉપલબ્ધ નહોતા, જેના કારણે પારદર્શિતાની ખામી સ્પષ્ટ થાય છે. નોંધણી રદ કરતા પહેલા સ્ટોક પર લાગતી ટેક્સ જવાબદારી ચૂકવી નહોતી CAG રિપોર્ટમાં આ પણ બહાર આવ્યું છે કે કેટલીક જગ્યાએ નોંધાયેલ વ્યક્તિઓએ નોંધણી રદ કરતા પહેલા સ્ટોક પર લાગતી ટેક્સ જવાબદારી ચૂકવી નહોતી. એક કેસમાં ₹61.16 લાખની કરપાત્ર રકમ જાહેર થયા છતાં વસૂલાત કરવામાં આવી નહોતી. જ્યારે બીજા એક કેસમાં ₹19.79 લાખ ટેક્સ, ₹9.79 લાખ વ્યાજ અને ₹1.99 લાખ દંડ નક્કી થયા છતાં યોગ્ય કાર્યવાહી અધૂરી રહી હતી. વાર્ષિક રિટર્ન ભર્યા વિના જ નોંધણી રદ કરાવી હતી વધુમાં, કેટલીક નોંધાયેલ વ્યક્તિઓએ વાર્ષિક રિટર્ન (GSTR-4) ભર્યા વિના જ નોંધણી રદ કરાવી દીધી હતી, જે નિયમોના સીધા ભંગ સમાન છે. CAGએ નોંધ્યું છે કે સતત ત્રણ સમયગાળા સુધી રિટર્ન ન ભરનારાઓ સામે નોંધણી રદ કરવાની કાર્યવાહી કરવામાં પણ વિલંબ થયો હતો. યોગ્ય પાત્રતા ચકાસણી કર્યા વિના લાભ અપાતા હતા અહેવાલમાં એ પણ જણાવાયું છે કે વિભાગ દ્વારા આંતરિક ચકાસણી, રિટર્ન સ્ક્રુટિની અને ઓડિટ પ્રક્રિયામાં પૂરતી કડકાઈ દાખવવામાં આવી નથી. Compliance સિસ્ટમ હેઠળ યોગ્ય પાત્રતા ચકાસણી કર્યા વિના લાભ આપવામાં આવતા હોવાના સંકેતો પણ મળી આવ્યા છે. CAG દ્વારા મુખ્ય ભલામણો નીચે કેટલાક મુખ્ય કેસોમાં થયેલી ગેરરીતિઓ દર્શાવવામાં આવી છે આ તમામ કેસોમાં સ્પષ્ટ છે કે રદ કરવાની તારીખ અરજી કરતાં પહેલાની રાખવામાં આવી હતી, જે નિયમોનું સીધું ઉલ્લંઘન છે. GST સિસ્ટમ માટે ચિંતાજનક ખુલાસા CAG રિપોર્ટમાં થયેલા આ ખુલાસાઓ GST સિસ્ટમ માટે ચિંતાજનક છે. પારદર્શિતા અને નિયમિતતા માટે બનાવાયેલી આ વ્યવસ્થામાં આવી ગેરરીતિઓ સિસ્ટમની વિશ્વસનીયતા પર અસર કરે છે. હવે જોવાનું રહ્યું કે રાજ્યનો કર વિભાગ આ મુદ્દે કેટલી ઝડપથી અને કડક કાર્યવાહી કરે છે.
    Click here to Read More
    Previous Article
    India mulling sending separate teams for Hockey World Cup and Asian Games
    Next Article
    આગ ઠારવા પાણી છાંટતા'તા ને બ્લાસ્ટ, VIDEO:'મમ્મી-પપ્પા'ની બૂમ સાંભળતા જ આસપાસના લોકો દોડ્યા, રાજકોટની સાધના સોસાયટીમાં થયેલ સિલિન્ડર બ્લાસ્ટનો લાઇવ વીડિયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment