Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSTની આવકમાં 12.04%નો ઉછાળો:મેમાં ₹270.18 કરોડ સરકારી તિજોરીમાં ઠલવાયા, મહેસાણા સૌથી મોખરે

    1 सप्ताह पहले

    રાજ્યભરમાં મે-2026 માસ દરમિયાન જીએસટીની કુલ આવક ₹7,262 કરોડ થવા પામી છે, જેમાં મહેસાણા ડિવિઝને નોંધપાત્ર અને ગૌરવપૂર્ણ દેખાવ કર્યો છે. મહેસાણા ડિવિઝનની ચાલુ વર્ષે મેની જીએસટી આવકમાં ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 12.04 ટકાનો તોસ્તાન ઉછાળો જોવા મળ્યો છે. મે, 2026માં ડિવિઝનની કુલ આવક ₹270.18 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગત વર્ષે મે, 2025માં ₹241.15 કરોડ નોંધાઈ હતી. આમ, ડિવિઝનની માસિક આવકમાં ₹29.03 કરોડનો સીધો વધારો નોંધાયો છે. કુલ 60,366 કરદાતા એકમો કાર્યરત, મહેસાણાથી સૌથી વધુ જ્યારે સિદ્ધપુરથી સૌથી ઓછી આવક મહેસાણા એસજીએસટી વિભાગ હેઠળ મહેસાણા, વિસનગર, વિજાપુર, કડી, પાલનપુર, ડીસા, ઊંઝા, સિદ્ધપુર અને પાટણ ઘટક કાર્યરત છે. આ તમામ વિસ્તારોમાં મળીને વર્કસ કોન્ટ્રાક્ટર, મેનપાવર સપ્લાય એજન્સી, સિમેન્ટ, ઓટો પાર્ટ્સ એસેસરીઝ, એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સ અને મશીનરી, ઓઈલ પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ્સ તેમજ ડેરી પ્રોડક્ટ્સ વગેરે ક્ષેત્રના કુલ 60,366 કરદાતા એકમો નોંધાયેલા છે. ચાલુ માસ દરમિયાન આ ઘટકો પૈકી સૌથી વધુ આવક મહેસાણા ઘટકની ₹71.86 કરોડ થવા પામી છે, જ્યારે સૌથી ઓછી આવક સિદ્ધપુર યુનિટની માત્ર ₹1.32 કરોડ નોંધાઈ છે. પાછલા વર્ષોની સરખામણીએ ટાર્ગેટ મેળવવામાં શાનદાર રિકવરી વર્ષ 2024-25: જીએસટી આવકના ₹2,841 કરોડના ટાર્ગેટ સામે આશરે 20 ટકાના ઘટાડા સાથે કુલ ₹2,410 કરોડની આવક થઈ હતી. વર્ષ 2025-26: આ વર્ષે વિભાગે ઉત્કૃષ્ટ રિકવરી દર્શાવી છે. સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા ₹2,630 કરોડના લક્ષ્યાંકની સામે કુલ ₹2,581 કરોડની આવક મેળવવામાં સફળતા મળી છે. આમ, મહેસાણા વિભાગે પોતાના વાર્ષિક લક્ષ્યાંકના 98.17 ટકા જેટલી સિદ્ધિ હાંસલ કરી લીધી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડનો સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો:તબીબી સ્ટાફ અને વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ, ઈબોલા વાયરસ સામે તંત્ર સજ્જ
    Next Article
    પાટણ જિલ્લામાં શાળાઓનું વેકેશન પૂર્ણ, 8જૂન થી નવું સત્ર:સ્ટેશનરી, યુનિફોર્મખરીદીનો ધમધમાટ; ભાવ વધતાં વાલીઓ પર બોજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment