Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ-સેલવાસ સાયલી વચ્ચે નવી GSRTC બસ સેવા શરૂ:અસ્પી દમણિયાએ ST બસની પૂજા કરી લીલી ઝંડી બતાવી સેવાનો શુભારંભ કરાવ્યો

    12 hours ago

    દમણથી સેલવાસ સાયલી વચ્ચે નવી GSRTC બસ સેવાનો 21 એપ્રિલ, 2026 ના રોજ શુભારંભ કરવામાં આવ્યો છે. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ નંબર 6ના કાઉન્સિલર અસ્પી ઇ. દમણિયાના હસ્તે નાની દમણ બસ સ્ટેન્ડથી વાયા ભિલાડ આ નવી બસ સેવાને લીલી ઝંડી બતાવી શરૂ કરવામાં આવી હતી. આ સેવા દમણ અને સેલવાસ વચ્ચે દૈનિક મુસાફરી કરતા લોકો, ખાસ કરીને નમો કોલેજના વિદ્યાર્થીઓ અને નમો હોસ્પિટલના દર્દીઓની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. અગાઉ આ રૂટ પર માત્ર 20-25 મુસાફરોની ક્ષમતાવાળી નાની એસી બસ ઉપલબ્ધ હતી, જે વધતી મુસાફરોની સંખ્યા માટે અપૂરતી હતી. શૈક્ષણિક અને પ્રવાસન હબ તરીકે ઝડપથી વિકસી રહેલા દમણની જરૂરિયાતને પહોંચી વળવા માટે હવે 45 મુસાફરોની ક્ષમતાવાળી આ નવી બસ સેવા શરૂ કરાઈ છે. આ બસ દમણને ગુજરાત અને ભારતના અન્ય ભાગો સાથે પણ જોડવામાં મદદરૂપ થશે. કાઉન્સિલર અસ્પી દમણિયાએ પરંપરાગત પૂજા-અર્ચના કરીને અને બસને લીલી ઝંડી બતાવીને આ સેવાનો સત્તાવાર પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક લોકોમાં ભારે ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ નવી બસ દમણથી દરરોજ સવારે 6:40 અને 8:10 વાગ્યે ઉપડશે. જ્યારે સેલવાસ સાયલીથી પરત ફરવા માટે બપોરે 1:10, તેમજ 2:20 અને સાંજે 6:00 વાગ્યે બસ ઉપલબ્ધ રહેશે. આ બહેતર કનેક્ટિવિટીથી મુસાફરીનો સમય અને મુશ્કેલી ઘટશે. આનાથી લોકોની શૈક્ષણિક, તબીબી અને આર્થિક પ્રવૃત્તિઓ તેમજ પ્રવાસીઓને મોટો લાભ મળશે. કાઉન્સિલરે લોકોની જરૂરિયાત સમજીને આ મહત્વપૂર્ણ સેવા શરૂ કરવા બદલ GSRTC નો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આવી પહેલ દમણના વિકાસમાં અને રહેવાસીઓના જીવનધોરણને સુધારવામાં મોટો ફાળો આપે છે. દમણની જનતાએ પણ પરિવહન સુવિધાને બહેતર બનાવવાના આ પ્રયાસોને ઉમળકાભેર આવકાર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: JD વેન્સ હિરો, ટ્રમ્પને ઠેંગો?:ઈરાને USની 5 ડેડલાઈન ઠેકાડી, ડોનાલ્ડે યુદ્ધને પણ વેપાર બનાવ્યું? કોણ કરી સટ્ટાથી બેફામ કમાણી?
    Next Article
    ગોધરામાં ભયજનક બિલ્ડિંગમાં મતદાન મથક:દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ રાજ્ય ચૂંટણી આયોગે 2 બૂથ રદ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment