Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રક્ષાબંધન પર GSRTCની મોટી તૈયારી:26થી 30 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં 6,500 એક્સ્ટ્રા બસ ટ્રીપ દોડશે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના રૂટ પર વિશેષ વ્યવસ્થા

    1 day ago

    રક્ષાબંધનના પવિત્ર તહેવાર દરમિયાન મુસાફરોના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ પરિવહન આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ તા. 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ રૂટો પર અંદાજે 6,500 જેટલી એક્સ્ટ્રા બસ ટ્રીપ દોડાવવાનો નિર્ણય લેવાયો છે. તહેવારના દિવસોમાં બહેનો અને પરિવારજનોને મુસાફરીમાં કોઈ હાલાકી ન પડે તે માટે નિયમિત સેવાઓ ઉપરાંત આ વધારાની બસો ફાળવવામાં આવી છે. મુખ્ય શહેરો અને યાત્રાધામોને આવરી લેતા રૂટ GSRTC દ્વારા અમદાવાદ, વડોદરા, ગોધરા, પાલનપુર, નડિયાદ, સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડ જેવા પ્રમુખ શહેરો તેમજ પાવાગઢ જેવા તીર્થધામો અને પ્રવાસન સ્થળોને જોડતા રૂટ પર બસોનું વિશેષ સંચાલન કરવામાં આવશે. મુસાફરોની માંગ અને ગીચતાના આધારે જરૂરિયાત મુજબના રૂટ પર ત્વરિત વધારાની બસો રવાના કરવામાં આવશે. ગત વર્ષનો પ્રતિસાદ અને એડવાન્સ બુકિંગ સુવિધા ગત વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન GSRTC દ્વારા 6,402 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી, જેનો લાભ આશરે 3.33 લાખ મુસાફરોએ લીધો હતો. આ વર્ષે પણ મુસાફરોની સુવિધા માટે એડવાન્સ બુકિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુસાફરોનો ધસારો વધે ત્યારે ત્વરિત વધારાની બસો ઉપલબ્ધ કરાવી શકાય તેવી સંપૂર્ણ તૈયારીઓ નિગમ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. GSRTC તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ વિશેષ બસ સેવાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદારને 5 લાખનો દંડ:વિસનગરની કોલેજને જર્જરિત હોવાથી ટ્રાન્સફર કરવાના ઓઠા હેઠળ મૂળ જગ્યા વેચી મારવાનો આક્ષેપ
    Next Article
    23મા ફાર્માટેક અને લેબટેક એક્સ્પોનો ભવ્ય પ્રારંભ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું ઉદ્ઘાટન, 450થી વધુ પ્રદર્શકો અને 25,000થી વધુ મુલાકાતીઓ જોડાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment