Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    23મા ફાર્માટેક અને લેબટેક એક્સ્પોનો ભવ્ય પ્રારંભ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું ઉદ્ઘાટન, 450થી વધુ પ્રદર્શકો અને 25,000થી વધુ મુલાકાતીઓ જોડાશે

    1 day ago

    ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે 23મા ફાર્માટેક એક્સ્પો અને લેબટેક એક્સ્પોનો ભવ્ય પ્રારંભ થયો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ વિશાળ પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફાર્માટેકનોલોજીઇન્ડેક્સ.કોમ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડ્રગ માર્કેટિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન (DMMA)ના સહયોગથી 30,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 20થી 22 ઓગસ્ટ દરમિયાન ચાલનારા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં દેશ-વિદેશના 450થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે, જ્યારે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા 25,000થી વધુ ઉદ્યોગ પ્રતિનિધિઓ, ખરીદદારો અને મુલાકાતીઓ ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. ફાર્મા મેન્યુફેક્ચરિંગની સમગ્ર વેલ્યુ ચેઇન એક જ પ્લેટફોર્મ પર આ મેગા ઇવેન્ટમાં ફાર્માટેક અને લેબટેક એક્સ્પોની સાથોસાથ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સ્પો તેમજ રો એન્ડ પેકેજિંગ મટિરિયલ એક્સ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અહીં કાચા માલ અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગથી લઈને લેબોરેટરી સાધનો, એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, પેકેજિંગ ટેક્નોલોજી અને અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ સોલ્યુશન્સ સુધીની સમગ્ર ફાર્માસ્યુટિકલ વેલ્યુ ચેઇન એક જ છત નીચે પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ઉદ્ઘાટન સમારોહમાં ભાજપના જનરલ સેક્રેટરી ડૉ. પ્રશાંત કોરાટ, ઓલ ઇન્ડિયા સંત કમિટીના પી.પી. ભઈલુંબાપુ, ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ તથા ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ સહિતના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઇનોવેશન, IPO અને EU-ભારત ભાગીદારી પર રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સેમિનાર એક્સ્પો દરમિયાન ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વૈશ્વિક પડકારો, સરકારી નિયમનકારી અપેક્ષાઓ અને નવી વ્યાપારી તકો અંગે મહત્વપૂર્ણ સેમિનારો યોજાઈ રહ્યા છે. પ્રારંભિક દિવસે NSQ દવાઓના પ્રવાહને નિયંત્રિત કરવાની વ્યૂહરચનાઓ તેમજ 'મેરા IPO કબ આયેગા?' વિષય પર ફાર્મા કંપનીઓના પબ્લિક ઇશ્યૂ અને મૂડીબજારમાં પ્રવેશ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે 21 ઓગસ્ટે EU ચેમ્બર્સ ઓફ કોમર્સ કાઉન્સિલના સહયોગથી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનમાં EU-ભારત ભાગીદારીને આગળ ધપાવવા અંગે ખાસ સત્ર યોજાશે, જેમાં આંતરરાષ્ટ્રીય ટેક્નોલોજી ટ્રાન્સફર અને રેગ્યુલેટરી પ્રક્રિયાઓ પર ઊંડાણપૂર્વક મંથન થશે. ઉદ્યોગ જગતમાં નેટવર્કિંગ અને વૈશ્વિક બિઝનેસ વધારવાની ઉત્તમ તક ફાર્માટેકનોલોજીઇન્ડેક્સ.કોમ પ્રાઇવેટ લિમિટેડના CEO આર્જવ શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને વિદેશના ફાર્મા ઉદ્યોગ તરફથી આ એક્સ્પોને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. ત્રણ દિવસ દરમિયાન મેન્યુફેક્ચરર્સ, ટેક્નોલોજી પ્રોવાઇડર્સ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને ગ્લોબલ લીડર્સ એક મંચ પર એકત્ર થઈને નવીનત્તમ ટેક્નોલોજીનું આદાન-પ્રદાન કરશે. આ પ્લેટફોર્મ ન માત્ર ઉદ્યોગ સાહસિકોને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવાની તક આપે છે પરંતુ, દીર્ઘકાલીન બિઝનેસ પાર્ટનરશિપ અને નિકાસ વૃદ્ધિ માટે પણ અતિ મહત્વપૂર્ણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    રક્ષાબંધન પર GSRTCની મોટી તૈયારી:26થી 30 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં 6,500 એક્સ્ટ્રા બસ ટ્રીપ દોડશે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના રૂટ પર વિશેષ વ્યવસ્થા
    Next Article
    5.8 ગ્રામ MD સાથે રિક્ષાચાલક અને હિસ્ટ્રીશીટર પ્લમ્બર ઝડપાયો:મોહમદ ઇમરાન અંસારી પાસેથી 2.790 અને જામીરઉલ્લા અંસારી પાસેથી 3.010 ગ્રામ ડ્રગ્સ મળ્યું, સપ્લાયર અંજુ પટેલ વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment