Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર GSRTCની કડક કાર્યવાહી:એસ.ટી.વિભાગ દ્વારા ઓકટોબર માસમાં 14 વાહનો ડિટેઈન તથા 158 વાહનોને મેમો ઇસ્યુ કરી 1.20 લાખનો દંડ વસુલાયો

    14 hours ago

    ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ ના ભાવનગર વિભાગ દ્વારા ગેરકાયદે મુસાફર વહન કરતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે જેમાં ઓક્ટોબર માસ દરમિયાન ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. તંત્રને સાથે રાખીને યોજાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત થ્રી-વ્હીલ ટેમ્પો, મેજિક રિક્ષા અને મિની બસો જેવા 14 વાહનો ડિટેઈન કરાયા છે, તેમજ આ કડક ચેકિંગ કાર્યવાહી દરમિયાન 158 વાહનોને મેમો ફટકારી સ્થળ પર જ રૂ.1.20 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ ભાવનગર વિભાગના વિભાગીય નિયામક આર.ડી.પીલવાઈકરએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઓક્ટોબર માસ દરમિયાન ભાવનગર વિભાગની સુરક્ષા શાખા દ્વારા રોડ પર બીન અધિકૃત રીતે મુસાફર વહન કરતા વાહનો જેવા કે થી વ્હીલ ટેમ્પો, મેજીક રીક્ષા, મીની બસો વિરૂધ્ધ કલાન્ડેસ્ટાઈન ઓપરેશન ચેકીંગ હાથ ધરવામા આવેલ નિગમ દ્વારા ઝુંબેશમા ટ્રાફીક પોલીસ અને આર.ટી.ઓ. તંત્ર ને સાથે રાખી સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરી આવા ગેરકાયદે ચાલતા વાહનો અને અને બીન અધિકૃત રીતે થતી મુસાફરોની હેરાફેરી અટકાવવા વાહનો સામે વાહનો ડીટેઈન કરવા, મેમો ઈસ્યુ કરવા અને સ્થળ પર જ દંડ વસુલ કરવા જેવી કાર્યવાહી હાથ ધરવામા આવેલ હતી. જેમાં કુલ 14 વાહનો ડીટેઈન કરવામા આવેલ હતા, પોલીસ દ્વારા કુલ 158 વાહનોને મેમો ઈસ્યુ કરવામા આવેલ તેમજ સ્થળ પર કુલ રૂા.1,20,500 દંડ પેટે વસુલાત કરવામા આવેલ હતો, ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દવારા મુસાફર જનતા ને અપાતી પરીવહન સેવાની સાથે ટ્રાફીક પોલીસ અને આર.ટી.ઓ. તંત્ર ને સાથે રાખી આ પ્રકારની કાર્યવાહી પણ નિયમિત રીતે કરવામા આવે છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યના 9.69 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સના DAમાં 3%નો વધારો:પડતર દિવસે રજા જાહેર, હવે દિવાળીથી લઈ ભાઈબીજ સુધી ચાર દિવસ લોંગ વિકેન્ડ
    Next Article
    Diwali House Party Or Family Feast, This List Will Get Your Catering Sorted

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment