Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યના 9.69 લાખ સરકારી કર્મચારી-પેન્શનર્સના DAમાં 3%નો વધારો:પડતર દિવસે રજા જાહેર, હવે દિવાળીથી લઈ ભાઈબીજ સુધી ચાર દિવસ લોંગ વિકેન્ડ

    1 day ago

    દિવાળી પહેલા ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને લાભ થશે. દિવાળીના તહેવારને લઈ 9 નવેમ્બરે પડતર દિવસે સરકારે રજા જાહેર કરી છે. ત્યારે દિવાળીથી લઈને ભાઈબીજ સુધી સરકારી કર્મચારીઓને ચાર દિવસની રજા છે. જો કે 9 નવેમ્બરના બદલે 28 નવેમ્બરે સરકારી કચેરીઓ ચાલુ રહેશે. DAમાં 3% નો વધારો 1 જુલાઈ, 2026થી અમલ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં 9.69 લાખથી વધુ કર્મયોગીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના ધોરણે લેવાયેલા આ નિર્ણયનો અમલ 1 જુલાઈ, 2026થી કરવામાં આવશે. આ વધારાથી રાજ્યના 4.62 લાખ કાર્યરત કર્મચારીઓ અને 5 લાખથી વધુ નિવૃત્ત કર્મચારીઓને લાભ મળશે. જુલાઈથી ઓક્ટોબર સુધીના ચાર મહિનાના એરિયર્સ પેટે ₹ 523 કરોડની રકમ નવેમ્બર-2026ના પગાર સાથે એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે. સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપી હતી. અગાઉ કેટલું DA મળતું હતું? ગુજરાત સરકારે મે 2026માં 7મા પગારપંચ હેઠળના કર્મચારીઓના DAમાં 2 ટકાનો વધારો કર્યો હતો. આ વધારા બાદ DAનો દર 58 ટકાથી વધીને 60 ટકા થયો હતો. હવે જો વધુ 3 ટકાનો વધારો મંજૂર થયો છે તો DAનો દર 60 ટકાથી વધીને 63 ટકા થયો છે. એટલે કર્મચારીઓને મૂળ પગારના દરે વધારાના 3 ટકા મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. DA એટલે શું? DA એટલે મોંઘવારી ભથ્થું (Dearness Allowance). મોંઘવારી વધવાથી કર્મચારીઓના ઘરખર્ચ પર પડતી અસરને ઓછી કરવા માટે સરકાર મૂળ પગારના ચોક્કસ ટકાના દરે આ ભથ્થું આપે છે. આ રકમ કર્મચારીના મૂળ પગારના આધારે નક્કી થાય છે. સામાન્ય રીતે મોંઘવારીના આંકડાઓને ધ્યાનમાં રાખીને દર છ મહિને DAમાં સુધારો કરવામાં આવે છે. પેન્શનર્સને પણ આ જ રીતે મોંઘવારી રાહત (DR) આપવામાં આવે છે. પડતર દિવસે જાહેર રજા, 28 નવેમ્બર સરકારી કચેરીઓ ચાલુ રહેશે ગુજરાત સરકાર દ્વારા 9 નવેમ્બર, સોમવારે પડતર દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવી. આ રજાના બદલામાં 28 નવેમ્બરે ચોથા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રહેશે. આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે પરિપત્ર કરીને સત્તાવાર જાહેરાત કરી છે.
    Click here to Read More
    Previous Article
    સિંધુ અને ચાનૂ સહિત 10 ખેલાડીઓ IOA એથ્લેટ્સ કમિશનમાં:સુધા સિંહ અને શ્રીકાંતના હટી જવાથી વોટિંગ રદ; 7 નવેમ્બરે ચેરમેનની ચૂંટણી
    Next Article
    ભાવનગર GSRTCની કડક કાર્યવાહી:એસ.ટી.વિભાગ દ્વારા ઓકટોબર માસમાં 14 વાહનો ડિટેઈન તથા 158 વાહનોને મેમો ઇસ્યુ કરી 1.20 લાખનો દંડ વસુલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment