Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSHEB વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી જાહેર:4 એપ્રિલ સુધી વાંધા નોંધાવવાની તક, પ્રશ્ન દીઠ ₹500 ફી

    13 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB) દ્વારા ફેબ્રુઆરી/માર્ચ 2026ની ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હવે પોતાના જવાબોની ચકાસણી કરી શકે છે અને જો કોઈ પ્રશ્ન અંગે શંકા હોય તો વાંધા નોંધાવી શકે છે. આન્સર કી અંગે રજૂઆત કરવી હોય તો માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ રજૂઆત બોર્ડના જણાવ્યા મુજબ આન્સર કી અંગે કોઈ રજૂઆત કરવી હોય તો ઉમેદવારે વેબસાઇટ પર મુકાયેલા નિયત નમૂનામાં વિષયવાર અને માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ રજૂઆત કરવી રહેશે. રજૂઆત ફક્ત ઈ-મેઇલ મારફતે જ સ્વીકારવામાં આવશે અને તે Email ID: gshebsciencekey@gmail.com પર તા. 4 એપ્રિલ 2026 સાંજે 6:00 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે. ત્યારબાદ મોકલાયેલી રજૂઆતો માન્ય ગણાશે નહીં. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ વાંધો નોંધાવવા માટે પ્રશ્નદીઠ રૂ. 500/- ફી ભરવાની રહેશે, જે SBI બેંકમાં ચલણ દ્વારા જમા કરાવવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉમેદવારે રજૂઆત સાથે ભરેલ ચલણની નકલ પણ ઈ-મેઇલ દ્વારા મોકલવી ફરજિયાત રહેશે. બોર્ડે વધુમાં જણાવ્યું છે કે જો ઉમેદવાર દ્વારા કરાયેલ રજૂઆત યોગ્ય અને સાચી ઠરશે તો સંબંધિત પ્રશ્ન માટે ભરેલ ફી ઉમેદવારને પરત આપવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા મૂલ્યાંકનમાં પારદર્શિતા જાળવવા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મવડી કણકોટ રોડ પર હિટ એન્ડ રનની ઘટના:એપીએમસી ચેરમેન લખેલી કારે બાઈકને ઠોકર મારતા વૃદ્ધનું મોત, અકસ્માત સર્જનાર કાર જયેશ બોઘરાની હોવાનું ખુલ્યું
    Next Article
    કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગરમાં બેઠક:આવશ્યક ચીજવસ્તુઓ, પેટ્રોલિયમ પુરવઠો જાળવી રાખવા મોનિટરિંગના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment