Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSFC યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાયો:વિદ્યાર્થીઓને પદવી એનાયત, 17માંથી 12 ગોલ્ડ મેડલ મેળવી દીકરીઓએ બાજી મારી

    17 hours ago

    વડોદરાના ફર્ટિલાઇઝરનગર ખાતે GSFC યુનિવર્સિટીનો 8મો ભવ્ય પદવીદાન સમારોહ ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો. આ દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ટેક્નોલોજી, સ્કૂલ ઑફ સાયન્સ તેમજ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપના કુલ 815 સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. ડિગ્રી મેળવનારાઓમાં 488 વિદ્યાર્થીઓ અને 327 વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતા ક્ષેત્રે દીકરીઓએ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરતાં સમારોહમાં એનાયત કરાયેલા કુલ 17 ગોલ્ડ મેડલમાંથી 12 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા, જ્યારે 15 તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટેક્નોલોજી અને નૈતિકતાથી રાષ્ટ્ર નિર્માણ કરો સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા DRDOના પૂર્વ ડિરેક્ટર જનરલ અને નીતિ આયોગના પૂર્વ સભ્ય પદ્મ ભૂષણ ડૉ. વી. કે. સારસ્વતે તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પ્રશસ્તિપત્રો એનાયત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે 'વિકસિત ભારત @ 2047'ના નિર્માણમાં યુવા પેઢી, ઇનોવેશન અને આધુનિક ટેક્નોલોજી સૌથી નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે ઝડપથી બદલાતા આજના ડિજિટલ યુગમાં સતત શીખતા રહેવા, વૈજ્ઞાનિક અભિગમ કેળવવા તેમજ ચારિત્ર્ય અને ઈમાનદારી જાળવી રાખીને પોતાના જ્ઞાનનો સાર્થક ઉપયોગ સમાજના જટિલ પડકારો ઉકેલવા માટે કરવા આહ્વાન કર્યું હતું. 11 વર્ષમાં 26 અભ્યાસક્રમો અને 3 કોર્સમાં 100% પ્લેસમેન્ટની મોટી સિદ્ધિ GSFC યુનિવર્સિટીના પ્રમુખ પી. કે. તનેજા, IAS (નિવૃત્ત) એ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સંસ્થાની વિકાસયાત્રા પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી છેલ્લા 11 વર્ષના ટૂંકા ગાળામાં માત્ર 2 કાર્યક્રમોથી વિસ્તરીને આજે 26 અભ્યાસક્રમો સાથે 3,400 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી મલ્ટિડિસિપ્લિનરી સંસ્થા બની ચૂકી છે. યુનિવર્સિટીના ઇન્ડસ્ટ્રી-એલાઇન્ડ અભિગમના પરિણામે B.Tech કેમિકલ, B.Tech ફાયર એન્ડ EHS તેમજ M.Sc કેમિસ્ટ્રી જેવા મહત્વના કોર્સિસમાં 100% પ્લેસમેન્ટની નોંધપાત્ર સફળતા હાંસલ થઈ છે. વાર્ષિક અહેવાલ રજૂ કરાયો અને વિદ્યાર્થીઓએ વ્યવસાયિક જીવનમાં પ્રવેશ કર્યો કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર જી. આર. સિંહાએ શૈક્ષણિક પ્રગતિ, ઉચ્ચ સંશોધન અને ઔદ્યોગિક જોડાણો અંગેનો વાર્ષિક અહેવાલ સભા સમક્ષ રજૂ કર્યો હતો. આ ગરિમાપૂર્ણ પ્રસંગે ગવર્નિંગ બોડીના સભ્યો, રાજ્ય સરકાર તેમજ GSFC લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સમાપન પ્રસંગે રજિસ્ટ્રાર મનીષ પ્રધાને આભારવિધિ વ્યક્ત કરી હતી, જે સાથે પદવી પ્રાપ્ત કરીને તમામ વિદ્યાર્થીઓએ પોતાના જીવનના નવા વ્યાવસાયિક અધ્યાય તરફ સફળ ડગ માંડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નેપાળ જળપ્રલયમાં ગુમ થયેલા સ્વજનોની ઓળખ કરાવશે NFSU:10 સભ્યોની ટીમ રવાના, DNA સેમ્પલ મેચિંગથી મૃતકોની ઓળખ થશે
    Next Article
    અમરોલીમાં રક્ષાબંધનના તહેવારે શરમજનક ઘટના:પાડોશી આધેડે 4 વર્ષની બાળકી સાથે અડપલાં કર્યા, બાળકીએ માતાને કહેતા આરોપીને પોલીસે પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment