Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં ડેટિંગ એપ 'Grindr' લૂંટ કેસ ઉકેલાયો:ડુંગરા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ લૂંટારૂ ઝડપ્યા; લૂંટાયેલી ₹14,000 ની તમામ રોકડ રકમ રિકવર

    19 hours ago

    વાપીના કરવડ વિસ્તારમાં ડેટિંગ એપ્લિકેશન 'Grindr' ના માધ્યમથી થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ડુંગરા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી ફરિયાદી પાસેથી લૂંટાયેલી ₹14,000 ની તમામ રોકડ રકમ સફળતાપૂર્વક રિકવર કરી લીધી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ડુંગરા PI B.N. ગોહીલની ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે. અંધારાવાળા ભાગે બોલાવી ચપ્પુથી લૂંટ ચલાવી ગત August 12 ના રોજ એક યુવકનો 'Grindr' એપ મારફતે અજાણ્યા શખસ સાથે સંપર્ક થયો હતો, જેણે તેને કરવડ ખાતે ભારત પેટ્રોલ પંપની આગળ અંધારાવાળા ભાગે બોલાવ્યો હતો. ત્યાં અગાઉથી હાજર ત્રણ ઇસમોએ યુવક સાથે મારામારી કરી, ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ₹14,000 ની રોકડ રકમ લૂંટી લીધી હતી અને ફરાર થઈ ગયા હતા. CCTV અને ટેકનિકલ તપાસથી આરોપીઓ ઝપાયા આ બનાવ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં BNS-2023 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. સુરત વિભાગના IGP પ્રેમવીરસિંહ, વલસાડ SP યુવરાજસિંહ જાડેજા અને DySP B.N. દવેના માર્ગદર્શન હેઠળ પોલીસે સર્વેલન્સ ટીમ બનાવી ઘટનાસ્થળના CCTV ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે લૂંટારૂઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા. મૂળ યુપીના ત્રણેય આરોપીઓ કરવડથી પકડાયા ઝડપાયેલા આરોપીઓમાં શાહબાઝ અબ્દુલ અજીજ ચૌધરી (ઉં.વ. 19), ઝહીર સમીઉલ્લાહ ખાન (ઉં.વ. 20) અને જવાહર રામનરેશ યાદવ (ઉં.વ. 19)નો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ વાપીના કરવડ વિસ્તારમાં રહે છે. પોલીસે તેમની પાસેથી લૂંટાયેલા તમામ ₹14,000 રિકવર કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    Israeli Strikes Kill 11 In Lebanon In Worst Attack Since June Ceasefire
    Next Article
    ભરૂચ C ડિવિઝન પોલીસની બેવડી સફળ કામગીરી:જુગારધામ પર દરોડો; ચોરને ઝડપી ₹50,000ના 5 ચોરાઉ મોબાઈલ જપ્ત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment