Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ C ડિવિઝન પોલીસની બેવડી સફળ કામગીરી:જુગારધામ પર દરોડો; ચોરને ઝડપી ₹50,000ના 5 ચોરાઉ મોબાઈલ જપ્ત કરાયા

    19 hours ago

    ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે છેલ્લા બે દિવસમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને મિલકત સંબંધી ગુનાઓ સામે કડક કાર્યવાહી કરી છે. PI N.R. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસે મકતમપુર વિસ્તારમાં જુગાર રમતા 8 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક કાર્યવાહીમાં ચોરીના 5 મોબાઈલ ફોન સાથે એક શખ્સની ધરપકડ કરી કુલ ₹61,130નો મુદ્દામાલ કબજે કર્યો છે. મકતમપુરમાં જુગાર રમતા 8 શખ્સો ઝપાયા સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે મકતમપુરના ટેકરા ફળિયા પાછળ લીમડાના ઝાડ નીચે રાજુ અર્જુનભાઈ વસાવા લોકોને એકઠા કરી જુગાર રમાડી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 8 ઈસમોને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી ₹5,680 અને દાવ પરના ₹5,450 મળી કુલ ₹11,130 રોકડા તથા જુગારનું સાહિત્ય કબજે કરી જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધ્યો છે. ચોરીના 5 મોબાઈલ સાથે અક્ષય પાટણવાડીયા ઝડપાયો બીજી કાર્યવાહીમાં પોલીસે મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા અક્ષય ઉર્ફે અક્કુ મહેશભાઈ પાટણવાડીયા (રહે. ઇન્દિરા આવાસ, મકતમપુર) ની પૂછપરછ કરી હતી, જે અગાઉ M.V. એક્ટ અને પ્રોહિબિશનના ગુનામાં ઓગસ્ટ 12ના રોજ ઝડપાયો હતો. શંકાના આધારે સઘન પૂછપરછ કરતા તેણે ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઘરેથી ₹50,000ની કિંમતના મોબાઈલ જપ્ત પોલીસે આરોપીના ઘરે તપાસ હાથ ધરી ટેક્નો, રિયલમી, પોકો, વિવો અને ઓપો કંપનીના કુલ 5 ચોરાઉ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા, જેની કુલ કિંમત ₹50,000 થાય છે. CEIR પોર્ટલ પર વિગતો ચકાસતા 2 મોબાઈલના મૂળ માલિકોની ઓળખ થઈ હતી, જેના આધારે આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં ડેટિંગ એપ 'Grindr' લૂંટ કેસ ઉકેલાયો:ડુંગરા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ લૂંટારૂ ઝડપ્યા; લૂંટાયેલી ₹14,000 ની તમામ રોકડ રકમ રિકવર
    Next Article
    'Explain Ad In 15 Days': Tukaram Mundhe's Notice To Shah Rukh, Ajay Devgn

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment