Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં હનીટ્રેપ જેવો જ નવો કીમિયો:‘Grinder’ એપથી સમલૈંગિક યુવકને અવાવરું જગ્યાએ બોલાવી પટ્ટાથી માર્યો, રાત્રે વટવા કેનાલ પાસે લઈ જઈ રોકડ-વીટીની લૂંટ ચલાવી

    1 day ago

    ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી મિત્રતા કરીને નિર્દોષ લોકોને ફસાવતી અને બળજબરીપૂર્વક લૂંટ આચરતી એક ખતરનાક ગેંગનો નારોલ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારોની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી સોનાની વીંટી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓ Grinder એપ મારફતે સમલૈંગિક યુવકો સાથે વાતચીત કરીને મિત્રતા કેળવતા હતા અને ત્યારબાદ તેમને અવાવરું જગ્યાએ એકલા મળવા બોલાવી માર મારી લૂંટી લેતા હતા. અવાવરું કેનાલ રોડ પર લઈ જઈ પટ્ટા વડે માર્યો આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, કાલુપુરની એક ટેક્સ્ટાઈલ કંપનીમાં સામાન્ય નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો એક સમલૈંગિક યુવક ગત મહિને પોતાના ઘરે હાજર હતો. આ દરમિયાન ગે ડેટિંગ એપ્લિકેશન પર એક અજાણ્યા આઈડી ધારકે તેની સાથે વાતચીત શરૂ કરી હતી. આરોપીએ યુવકને વિશ્વાસમાં લઈને રાત્રે 8.30 વાગ્યે બહાર મળવા બોલાવ્યો હતો. ત્યાંથી આરોપીઓ યુવકને પોતાની એક્ટિવા પર બેસાડી નારોલ વિસ્તારમાં કર્ણાવતી-06 ફ્લેટની સામે કેનાલ રોડ પાસે એક અવાવરું જગ્યા પર લઈ ગયા હતા. ત્યાં પહોંચતા જ બંને આરોપીઓમાંથી એકે યુવકને બેલ્ટ (પટ્ટા) વડે બેરહેમીથી માર મારવાનું શરૂ કર્યું હતું અને ડરાવી-ધમકાવીને તેના હાથમાં પહેરેલી 3 ગ્રામની સોનાની વીંટી છીનવી લીધી હતી. રોકડા ન મળતા કરિયાણાની દુકાને QR કોડ સ્કેન કરાવી પૈસા પડાવ્યા બીજા આરોપીએ યુવકને લાફા મારીને વધુ પૈસાની માંગણી કરી હતી, પરંતુ યુવક પાસે રોકડ ન હોવાથી તેને ફરી માર મારવામાં આવ્યો હતો. અંતે, પીડિત યુવકે ગભરાઈને પોતાના એક મિત્રને ફોન કરી ઓનલાઈન 5 હજાર મંગાવ્યા હતા. આ ઓનલાઈન આવેલા રૂપિયા બંને લૂંટારુઓએ નજીકની એક કરિયાણાની દુકાનમાં સ્કેનર QR કોડ મારફતે ટ્રાન્સફર કરાવી વેપારી પાસેથી રોકડા મેળવી લીધા હતા અને ત્યારબાદ યુવકને મુક્ત કર્યો હતો. ટેક્નિકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં ધરપકડ નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.બી. અગ્રાવતે જણાવ્યું હતું કે, "ભોગ બનનાર યુવકે વટવા કેનાલ પાસે માર મારીને સોનાની વીંટી તેમજ ઓનલાઈન પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાવતા જ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે." પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ: પોલીસે આ બંને રીઢા ગુનેગારો સામે લૂંટ અને મારામારીનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને આ એપ દ્વારા તેઓએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાળામાં AC-કપડાંનું રેકોર્ડ વેચાણ થયું:ઈરાન યુદ્ધ છતાં 2027ની ધમાકેદાર શરૂઆત, ACનું 18% અને કપડાંનું 14% વેચાણ વધ્યું
    Next Article
    જહાંગીરપુરામાં નવું પોલીસ સ્ટેશન બનશે, મનપાએ જમીન ફાળવી:GETCOના 4 પાવર સબસ્ટેશન માટે પણ ફાળવાઈ, SMCને રૂ. 158.86 કરોડની આવક થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment