Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસામાં GPYG અને AHP દ્વારા દેશી વૃક્ષોનું વાવેતર:વૃક્ષ ગંગા અભિયાનના 264મા રવિવારે લીમડો અને બોરસલ્લી જેવા વૃક્ષો રોપાયા

    10 hours ago

    મોડાસામાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પ્રેરિત GPYG (Gayatri Pariwar Youth Group) અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP) દ્વારા સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ GPYGના છેલ્લા ૨૬૪ રવિવારથી ચાલી રહેલા 'વૃક્ષ ગંગા અભિયાન'નો એક ભાગ હતો. આ પ્રસંગે દેશી વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન લીમડો અને બોરસલ્લી જેવા પર્યાવરણને શુદ્ધ રાખવામાં મદદરૂપ થતા દેશી વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌએ વધુમાં વધુ દેશી વૃક્ષો વાવવા, તેનું જતન કરવા અને હરિયાળા પર્યાવરણના નિર્માણમાં સહભાગી થવાનો સંકલ્પ લીધો. આ વૃક્ષારોપણ અભિયાનમાં GPYG તરફથી પ્રજ્ઞેશ કંસારા, દેવાશિષ કંસારા, જનક ઉપાધ્યાય, કિરણ પટેલ અને વિરેન્દ્રભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી માલાબેન રાવલ, પ્રાંત મંત્રી જયંતીભાઈ પટેલ, રામાભાઇ પટેલ, કનુભાઈ પટેલ પ્રિયંક પોકાર મનિષભાઈ કોઠારી સહિત અન્ય હોદ્દેદારો પણ ઉત્સાહભેર જોડાયા હતા. GPYG દ્વારા 'વૃક્ષ ગંગા અભિયાન' અંતર્ગત દર રવિવારે નિયમિતપણે વૃક્ષારોપણ, વૃક્ષ જતન અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે. સમાજના વિવિધ સંગઠનો અને નાગરિકોને આ અભિયાન સાથે જોડીને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ ભારત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમના અંતે GPYG દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના તમામ હોદ્દેદારોનો સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. વધુમાં વધુ લોકોને "તરું પુત્ર – તરું મિત્ર" ના ભાવ સાથે દેશી વૃક્ષો વાવી તેનું જતન કરવા અપીલ કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    8 ચોરાયેલી બાઇકો સાથે બે રીઢા વાહનચોરો ઝડપાયા:કતારગામ, ડભોલી અને બોટાદ સુધી ફેલાયેલું ચોરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું
    Next Article
    Kolkata traffic advisory: Vidyasagar Setu closed today, Bally Bridge tomorrow

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment