Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇતિહાસમાં પ્રથમવાર GPSCની એકસાથે 64 અલગ અલગ કેડરની પ્રાથમિક પરીક્ષા:454 જગ્યા માટે હજારો ઉમેદવારો મેદાને, અમદાવાદના 152 કેન્દ્ર પર વિદ્યાર્થીઓની એકઝામ યોજાઈ'તી

    12 hours ago

    ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મેગા ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે એકસાથે 64 અલગ-અલગ કેડરની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી હતી. GPSCના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વિવિધ સંવર્ગોની પરીક્ષાઓ એક જ દિવસે લેવામાં આવી છે. અમદાવાદમાં કુલ 152 જેટલા પરીક્ષા કેન્દ્ર પર હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા ચાલી હતી. જેથી પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને શિસ્તબદ્ધ રહે તે માટે તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી હતી. ઇતિહાસમાં પ્રથમવાર મોટી સંખ્યામાં વિવિધ સંવર્ગોની પરીક્ષાઓ એક જ દિવસે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા આજે મેગા ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. એકસાથે 64 અલગ-અલગ કેડરની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી છે. જેમાં કુલ 454 જગ્યાઓ માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતાં. GPSCના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વિવિધ સંવર્ગોની પરીક્ષાઓ એક જ દિવસે લેવામાં આવી હોવાથી ઉમેદવારોમાં ભારે ઉત્સાહ સાથે તણાવ પણ જોવા મળ્યો હતો. પરીક્ષા પ્રક્રિયા પારદર્શક અને શિસ્તબદ્ધ રહે તે માટે GPSC તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખાસ દેખરેખ ગોઠવવામાં આવી હતી. તમામ કેડરમાં આજે જનરલ સ્ટડી માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 100 જગ્યા મનપાની અને 128 શિક્ષણ વિભાગના ખાલી પદ પર ભરતી સૌથી વધુ 128 જગ્યાઓ શિક્ષણ વિભાગમાં જાહેર કરવામાં આવી છે. જ્યારે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ એન્ડ ટેક્નિકલ કન્સલ્ટન્સી માટે 51 જગ્યાઓનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાઓમાં એન્જિનિયરિંગ અને ટેક્નિકલ કેડરની લગભગ 100 જેટલી જગ્યાઓ માટે પણ પરીક્ષા યોજાઈ હતી. તેમજ શિક્ષણ સેવા, ઉદ્યોગ વિભાગ, માહિતી ખાતુ અને તબીબી સેવાઓ સહિતના વિવિધ વિભાગોની ભરતી માટે ઉમેદવારોએ આજે પરીક્ષા આપી હતી. વહેલી સવારે જ અનેક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિત આ વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ GPSC દ્વારા પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચેકિંગ, CCTV મોનિટરિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવા સૂચના આપવામાં આવી હતી અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સહિત પ્રતિબંધિત વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સિવિલ અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કેડરની પરીક્ષાઓ સૌથી વધુ સ્પર્ધાત્મક માનવામાં આવી રહી છે. કારણ કે વોટર સપ્લાય, મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટેક્નિકલ વિભાગોમાં ભરતી માટે મોટી સંખ્યામાં અરજદારો મેદાનમાં છે. માહિતી વિભાગની 13 જગ્યાઓ માટે પરીક્ષા GPSC દ્વારા આજે લેવાતી તમામ પરીક્ષાઓ માટે પૂરતી સુરક્ષા અને પારદર્શિતાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયાને ઝડપી અને સુવ્યવસ્થિત બનાવવા કમિશન દ્વારા એક જ દિવસે અનેક પરીક્ષાઓ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2ની 128, સામાન્ય રાજ્ય સેવાની 20 અને માહિતી વિભાગની 13 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી છે. GPSCની આ મેગા ભરતી પ્રક્રિયા રાજ્યના હજારો યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક બની છે. ત્યારે હવે ઉમેદવારોની નજર આગામી પરિણામ અને મુખ્ય પરીક્ષાની તૈયારી પર કેન્દ્રિત રહેવાનું છે. 'છેલ્લા ઘણા સમયથી પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે' ઉમેદવાર પાર્થે જણાવ્યું હતું કે, આજે મહાનગરપાલિકાની જગ્યા માટે પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. છેલ્લા ઘણા સમયથી પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે. જેથી આજે પરીક્ષા સારી જાય તેવી આશા રાખી રહ્યા છીએ. 'પરીક્ષા સારી જાય તેવી આશા રાખી રહ્યા છીએ' ઉમેદવાર સાહિલે જણાવ્યું હતું કે, GPSC દ્વારા લેવામાં આવતી વર્ગ 2ની પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું જેની આજે બીજી પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. પહેલી પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે હવે જનરલ સ્ટડીની બીજી પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. જનરલ સ્ટડીની પરીક્ષા માટે ખૂબ સારી તૈયારી કરી દીધી છે. જેથી હવે પરીક્ષા સારી જાય તેવી આશા રાખી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    બેફામ કારની ટક્કરે ત્રણનાં મોત, CCTV:રોડ ક્રોસ કરી રહેલી બાઈકને હવામાં ફંગોળી; બાઈક પર સવાર ત્રણેય યુવકના ઘટનાસ્થળે જ મોત, ગોધરા-દાહોદ હાઈવે લોહીલુહાણ
    Next Article
    Dakor Temple News Update | ખેડાના ડાકોરમાં મનોરથનો ભાવ વધારો આખરે મોકૂફ કરાયો | Manorath | Rate Hike

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment