Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPSCની ચાર જાહેરાતોની એક જ દિવસે પરીક્ષા:19 જિલ્લામાં 268 જગ્યા માટે 75 હજાર ઉમેદવારની કસોટી; કડક ચેકિંગ સાથે પ્રવેશ પૂર્ણ

    1 सप्ताह पहले

    ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આજે 7 જૂન, રવિવારના રોજ રાજ્યભરમાં વર્ગ 1 અને વર્ગ 2 ની વિવિધ ચાર મોટી જાહેરાતો માટેની પ્રિલિમ પરીક્ષાનું એક જ દિવસમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા અંતર્ગત ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલ્કી સેવા વર્ગ 1 અને 2, નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષક-પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 તેમજ હિસાબી અધિકારી વર્ગ 1 અને 2ની કુલ 268 જગ્યાઓ ભરવામાં આવશે. રાજ્યના 19 જિલ્લાઓમાં ઊભા કરાયેલા 323 સેન્ટરો પર 75 હજારથી વધુ ઉમેદવારો સવારે 11:00થી બપોરે 02:00 વાગ્યા દરમિયાન આ પરીક્ષા આપશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. 10.15 વાગ્યા સુધી તમામ ઉમેદવારોની પ્રવેશ આપવામાં આવ્યો. અમદાવાદમાં 13,289 અને રાજકોટમાં 5,954 ઉમેદવારો નોંધાયા દિવ્યાંગો માટે વિશેષ સવલત, પરીક્ષામાં 60 મિનિટનો વધારાનો સમય મળશે રાજ્યભરમાંથી કુલ 826 દિવ્યાંગ ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના છે. તેમના માટે ખાસ સેન્ટરો ફાળવીને વ્હીલચેર, લિફ્ટ, ભોંયતળિયાની બેઠક વ્યવસ્થા અને 'દિવ્યાંગ મિત્ર' (રાઇટર) જેવી વિશેષ સુવિધાઓ ઊભી કરાઈ છે. આ ઉપરાંત, નિયમ મુજબ દિવ્યાંગ ઉમેદવારોને પેપર લખવા માટે 60 મિનિટનો વધારાનો સમય પણ ફાળવવામાં આવશે. પેપર પહોંચાડવા 13 રૂટ પર હથિયારી ગાર્ડ તૈનાત, કડક બંદોબસ્ત પરીક્ષા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ ગેરરીતિ ન થાય તે માટે પોલીસ કમિશનર કચેરી દ્વારા કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદના તમામ 57 કેન્દ્રો પર ઝોનલ અધિકારી, આયોગના પ્રતિનિધિ અને CCTV સુપરવાઇઝર તૈનાત કરાયા છે. પેપરના લીકેજ કે ચોરીને અટકાવવા 13 સંવેદનશીલ રૂટ પર હથિયારી ગાર્ડ સાથે પેપર પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટઃ ભારતનો સ્કોર 400ને પાર:ગિલ-પંત વચ્ચે 150+ ની ભાગીદારી, બંનેને જીવનદાન; અફઘાનીઓએ રિવ્યુ ન લીધા
    Next Article
    અમરેલી ગીર પૂર્વ વિવાદ, CF રામ રતન નાલાએ કમાન સંભાળી:અધિકારીઓ સાથે બેઠક કરી, સ્થાનિકોના ફોન ઉપાડવા, તેમના પ્રશ્નોના જવાબ આપવા અને પેટ્રોલિંગ વધારવા સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment