Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી ગીર પૂર્વ વિવાદ, CF રામ રતન નાલાએ કમાન સંભાળી:અધિકારીઓ સાથે બેઠક કરી, સ્થાનિકોના ફોન ઉપાડવા, તેમના પ્રશ્નોના જવાબ આપવા અને પેટ્રોલિંગ વધારવા સૂચના આપી

    1 week ago

    અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝનમાં સિંહોના મોત અને વહીવટી વિવાદ બાદ જૂનાગઢના ચીફ ફોરેસ્ટ કન્ઝર્વેટર (CF) રામ રતન નાલાએ કમાન સંભાળી છે. તેમણે ધારી પહોંચી ગીર પૂર્વ, અમરેલી સામાજિક વનીકરણ અને શેત્રુંજી ડિવિઝનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં પેટ્રોલિંગ વધારવા અને સંકલન સુધારવા સહિતની મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં ડીસીએફ, એસીએફ કક્ષાના અધિકારીઓ અને તમામ રેન્જના રેન્જ ફોરેસ્ટર ઓફિસરો (RFO) હાજર રહ્યા હતા. CF નાલાએ ત્રણેય ડિવિઝન વચ્ચે સંકલનના અભાવ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને સ્થાનિક લોકોના ફોન ઉપાડવા, તેમના પ્રશ્નોના જવાબ આપવા અને ફિલ્ડમાં નીકળી પેટ્રોલિંગ વધારવા માટે કડક સૂચનાઓ આપી હતી. ગીર પૂર્વ ડિવિઝનમાં સિંહોના મૃત્યુ બાદ વહીવટ કથળ્યો હોવાના આક્ષેપો થયા હતા, જેના કારણે સિંહ સહિતના વન્યપ્રાણીઓ પર સીધી અસર પડવાની ભીતિ હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CF નાલાએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો હતો. ધારી ગીર પૂર્વના વિવાદને કારણે વનવિભાગ અને સરકાર સુધી તેની ગંભીર અસરો પહોંચી હતી. આ સ્થિતિને સુધારવા અને વનવિભાગની બદનામી અટકાવવા માટે CF રામ રતન નાલાએ તમામ અધિકારીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને સકારાત્મક પ્રયાસ કર્યો હતો. અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે. ગીર જંગલ, રેવન્યુ વિસ્તાર, દરિયાકાંઠા અને ઉદ્યોગ વિસ્તારોમાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે. તેમની સુરક્ષા અને જાળવણી અત્યંત મહત્વપૂર્ણ છે. રાજ્ય સરકાર સિંહો માટે કરોડો રૂપિયા ખર્ચી રહી છે, ત્યારે તેમની સુરક્ષા વધુ મજબૂત બને તે દિશામાં પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    GPSCની ચાર જાહેરાતોની એક જ દિવસે પરીક્ષા:19 જિલ્લામાં 268 જગ્યા માટે 75 હજાર ઉમેદવારની કસોટી; કડક ચેકિંગ સાથે પ્રવેશ પૂર્ણ
    Next Article
    રામ દરબારમાંથી પરત આવતા કાકા-ભત્રીજાને કાળ ભેટ્યો:ભાવનગર રિંગ રોડ પર બેકાબૂ કાર બાઇકને અડફેટે લઈ ટેન્કર પાછળ ઘૂસી, પરિવારમાં આક્રંદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment